GSTV
Home » News » સ્ટેન્ડ અપ કોમેડિયનની સંઘર્ષની વાતો પ્રેરણાદાયી, અમેરિકામાં કરતા હતા ટેમ્પરરી જૉબ

સ્ટેન્ડ અપ કોમેડિયનની સંઘર્ષની વાતો પ્રેરણાદાયી, અમેરિકામાં કરતા હતા ટેમ્પરરી જૉબ

સ્ટેન્ડ અપ કોમેડિયન કમ એક્ટર વીર દાસનો આજે બર્થ ડે છે. હેપ્પી બર્થ ડે ટુ યુ વીર… એક સમયે અમેરિકામાં ત્રણ ત્રણ પાર્ટ ટાઇમ નોકરીઓ કરતો વીર આજે ઇન્ટરનેશનલ કલાકાર બની ચૂક્યો છે.  મૂળ ભારતના દહેરાદૂનમાં જન્મેલા વીરનું મોટા ભાગનું બાળપણ અને અભ્યાસ વિવિધ કારણોથી દક્ષિણ આફ્રિકામાં થયો હતો.

તદુપરાંત એણે નાઇજિરિયાની સાથોસાથ દિલ્હી અને સિમલા જેવા શહેરોમાં અભ્યાસ કર્યો. પહેલેથી અભિનેતા બનવાની એની ઇચ્છા હતી પરંતુ એ માર્ગ સહેલો નહોતો.

અમેરિકામાં ટીવી શો બ્રાઉન મેન કાન્ટ હમ્પથી એણે એક્ટિંગ શરૂ કરી હતી. ધીમે ધીમે પણ મક્કમ ગતિએ એ પ્રગતિની સીડી ચડતો ગયો. આજે એ ફૂલટાઇમ એક્ટર કમ કોમેડિયન છે અને દુનિયાભરમાં પોતાના કોમેડી શો કરે છે.  ધ ગ્રેટ ઇન્ડિયન કોમેડી શો નામના ટીવી પ્રોગ્રામમાં ચમક્યા બાદ એને વિપુલ અમૃતલાલ શાહની નમસ્તે લંડન ફિલ્મમાં પહેલીવાર તક મળી. ત્યારપછીની વાતો ગઇ કાલનો ઇતિહાસ છે.

READ ALSO

Related posts

અફેરનાં શકમાં પત્નિએ ચેક કર્યો પતિનો મોબાઈલ, કોર્ટે ફટકાર્યો દંડ

Path Shah

ભારે વરસાદને પગલે સિંહો અકળાયા, રહેઠાણ શોધવા આવ્યા જંગલની બહાર

Path Shah

સ્વચ્છ અને સુરક્ષિત ઉર્જા માટે તરસી રહેલી દુનિયા, ચંદ્રયાન-2 મિશન આશાનું નવું કિરણ

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!