આ વેપારીએ આખા જીવનની સંપતિ દાન કરી દીધી, દિકરીને સોંપી આ જવાબદારી

ઓસ્ટ્રેલિયાના કેનબરામાં વેપારી સ્ટેન પેરોને 2.8 અબજ ડોલરની સંપત્તિ દાનમાં આપી દીધી છે. પેરોનનું નવેમ્બર મહિનામાં 96 વર્ષની ઉંમરે મૃત્યુ થયું છે. સમાચાર એજન્સી અનુસાર,
ગુરુવારે સ્ટેનનાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યાં, જેમાં પરિવારના સભ્યો, મિત્રો અને અન્ય લોકોએ ભાગ લીધો હતો. તેના મૃત્યુ પહેલાં સ્ટેને એક નિવેદનમાં લખ્યું હતું કે તે પોતાની સંસ્થા સ્ટેન પેરોન ધર્માર્થ સંસ્થાને પોતાની સંપત્તિનો મોટો ભાગ દાન કરે છે.

સ્ટેને લખ્યું હતું કે, “મેં મારું બાળપણનું લક્ષ્ય પૂર્ણ કર્યું છે અને મારા પરિવાર માટે પણ ખૂબ કર્યું છે.” પરંતુ હું ખૂબ જ લક્કી છું કે મને બીજાને મદદરૂપ થવા મળે છે અને બીજા લોકોની જીંદગી હું બદલી શકું છું. ” આ ધર્માર્થ સંસ્થા પશ્ચિમ ઑસ્ટ્રેલિયાના બાળકોનાં આરોગ્ય પર કામ કરે છે, જેની દેખરેખ હવે સ્ટેનની દિકરી રાખશે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter