ભવિષ્ય માટે બચત કરવાના હેતુથી મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવું એક સારો વિકલ્પ છે. પરંતુ 1 જૂલાઈથી મ્યુચ્યુઅલ ફંડના રોકાણના નિયમોમાં બદલાવ આવ્યો ચે. નવા નિયમ પ્રમાણે હવે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવામાં સ્ટેમ્પ ડ્યુટી પણ દેવી પડશે. તેવામાં મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવું રોકાણકારો માટે મોંઘુ થઈ જશે. પરિણામે રોકાણકારોની ચીંતામાં વધારો થયો છે.
કેટલી લાગશે સ્ટેમ્પ ડ્યુટી
નવા નિયમો પ્રમાણે રોકાણકારોને 0.005 ટકાના દરે સ્ટેમ્પય ડ્યુટી ભરવી પડશે. જો તમે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો છો તો તમારા કુલ રોકાણની રકમ ઉપર આ ચાર્જ દેવો પડશે. આ નિયમ સિસ્ટમૈટિક ઈન્વસ્ટમેન્ટ એટલે કે એસઆઈપી કે એસટીપીના માધ્યમથી રોકાણ કરનારા ઉપર પણ લાગુ પડશે. તે સીવાય તમે ડેટમાં રોકાણ કરો કે ઈક્વિટીમાં, તમારે સ્ટેમ્પ ડ્યુટીનો ચાર્જ ચુકવવો પડશે. મ્યુચ્યુઅલ ફંડની ખરીદી સીવાય બજારમાં અથવા બજાર બંધ થયા બાદ એક ડિમૈટ એકાઉન્ટમાંથી બીજા ડિમૈન્ટ એકાઉન્ટમાં યુનીટોની ટ્રાંસફર ઉપર પણ 0.015 ટકાના દરે સ્ટેમ્પ ડ્યુટી લાગશે. જો કે, મ્યુચ્યુઅલ ફંડ યુનિટોની સમય અવધિ પૂર્ણ થવા પર તેની ડિલિવરી ઉપર સ્ટેમ્પ ડ્યુટી નહી લાગે.
શું કહેવું છે એક્સપર્ટનું
મોટાભાગના એક્સપર્ટનું માનવું છે કે, સ્ટેમ્પ ડ્યુટીથી નાના અને સામાન્ય રોકાણકારો ઉપર મામૂલી પ્રભાવ પડશે. જો કે, જે લોકો કરોડોમાં રોકાણ કરે છે તેના માટે પરિક્ષાઓ વધી ગઈ છે. પ્રાઈમ ઈન્વસ્ટેરની સહસંસ્થાપક વિદ્યાબાલાએ કહ્યું કે, નાના રોકાણકારો ઉપર તેનો કોઈ પ્રભાવ પડશે નહી, જો નાના રોકાણકારો ત્રણ મહિનામાં મ્યુચ્યુઅલ ફંડમાં કરોડો રૂપિયાનું રોકાણ કરે છે તો તેના ઉપર આ સ્ટેમ્પ ડ્યુટીની અસર ઓછી રહેશે. સૈમ્કો સિક્યુરીટીઝ સાથે જોડાયેલા ઓંકેશ્વરસિંહે જણાવ્યું કે, આની અસર યુનિટો રાખવાની અવધી ઉપર નિર્ભર રહેશે. લાંબા સમય સુધી રોકાણકારો ઉપર મામુલી અસર રહેશે.
- અગત્યનું/ દર મહિને 3800 રૂપિયા ભથ્થું આપી રહી છે મોદી સરકાર: શું તમને મળ્યા, આ સમાચાર મામલે થયો મોટો ખુલાસો
- સ્માર્ટી સીટી અમદાવાદમાં પૂર્વ વિસ્તારમાં તો સમસ્યા છે,પશ્ચીમમાં પણ શહેરીજનોની ફરીયાદ
- ખુશખબરી/ KCC હેઠળ લોન લેનાર ખેડૂતોને થશે મોટો ફાયદો, આ બેન્કમાં 90 ટકા સુધી વ્યાજ થશે માફ
- કામના સમાચાર/ આરબીઆઈનો 1.60 કરોડ રૂપિયા વળતરનો તમને તો નથી આવ્યોને મેઇલ, સરકારે જાહેર કરી આ ચેતવણી
- સેન્સેક્સ કે ગોલ્ડ/બંનેને 50 હજાર સુધી પહોંચવામાં લાગ્યા 21 વર્ષ, જાણો ક્યાં મળે છે સૌથી વધુ રિટર્ન