સ્ટેમીના ઘટી ગયો છે તો આ 10 કરો ઉપાય, જીવનમાં થશે મોટો ફાયદો

આજના જમાનાના સંદર્ભમાં દરેક વ્યક્તિ એ સ્ત્રી હોય કે પુરુષ બન્નેને ‘સ્ટેમીના’ની જરૂર રોજેરોજના બનાવોમાં પડતી હોય છે. એટલે ‘સ્ટેમીના’ને તમારી સહનશક્તિ પણ કહી શકો. તમારા મનમાં આ વાંચતી વખતે એવો સવાલ થયો હોય કે સ્ટેમીના વધારવા માટે કોઈ ગોળીઓ કે સપ્લીમેંટ નહીં મળતા હોય? મળે છે પણ ખરા પણ યાદ રાખો એ સાચો રસ્તો નથી કારણ એવી દરેક વસ્તુની આડ અસર હોય. એટલે તમને ફાયદો થવાને બદલે નુકશાન થવાનો સંભવ વધારે છે.

કુદરતી રીતે તમારો સ્ટેમીના કેવી રીતે વધારશો ?

૧. થોડા ધીરા પડો : પેલી કહેવત યાદ છે ને ‘ઉતાવળે આંબા ના પાકે’ હું તમને તમારો ‘સ્ટેમીના’ વધારવા માટે હવે જે કઈ સૂચના આપું તેનો અમલ ‘ધીરે ધીરે’ કરશો ઉતાવળ ના કરશો.

૨. તંદુરસ્ત (હેલ્ધી) ખોરાક ખાઓ : જેમાં શરીરને પોષણ મળે તેવો ખોરાક લો. શરીર ને જરૂર છે રોજ પૂરતા ‘પ્રોટીન’ (૫૦ થી ૬૦ ગ્રામ્સ, વિટામિન સી (૫૦૦ મિલિગ્રામ્સ), આયર્ન ૨૦ મિલિગ્રામ્સ, અને હેલ્ધી ફેટ્સ (માછલી અથવા ફિશ ઓઇલ કે ફિશ ઓઇલની ગોળીઓ, અળસિ, લીલા અને સૂકા ચણા, અને બીજા કઠોળ અનેશક્ય હોય તો થોડો સુકોમેવો ઉપરાંત લીલા શાકભાજી અને તાજા ફળો જેમાં સફરજન, ચીકુ, તરબૂચ, અને શાકભાજી ગાજર, બિટરીંગણાં, શક્કરીયા, બધા જ પ્રકારની ભાજી અને શક્ય હોય તેટલા લેવા જોઇએ.

૩. કાર્બોહાયડ્રેટ્સ લો : શરીર ને શક્તિ કાર્બોહાયડ્રેટસમાંથી મળે માટે આખું અનાજ, ઓટ મિલ, યોગ્ય પ્રમાણમાં બ્રેડ, બિસ્કિટ, પાસ્તા  લેવા જોઇએ. મેદો અને ખાંડ ઓછા લેવા જોઇએ.

૪. કસરત નિયમિત કરો : નિયમિત ૩૦થી ૪૦ મિનિટની કસરત કરશો એટલે શ્વાસ વધારે લેવો પડશે એટલે ફેફસાની કેપેસિટી સુધરશે અમેરિકન હાર્ટ એસોસિએશનના જણાવ્યા પ્રમાણે એક અઠવાડીયામાં ૧૫૦ મિનિટ કસરત કરવી જોઇએ. વોકિંગ, રનિંગ, સાયકલિંગ, સ્વિમિંગ, ડાન્સીગમાંથી ફાવે તે કરો. આના વિકલ્પે ૩૦થી ૪૦ મિનિટ  યોગાસનો અને પ્રાણાયામ અને મેડિટેશન કરો. નજીકના ગાર્ડનમાં ચાલતી ‘લાફિંગ ક્લબ’માં જાઓ.

૫. પૂરતો આરામ લો : રોજ ૬થી ૮ કલાકની ઊંઘ (આરામ) દરેક વ્યક્તિને જોઇએ. આટલો આરામ ના મળે તો આરોગ્યના ઘણા પ્રોબ્લેમ્સ થઇ શકે.

૬. આશાવાદી બનો : જેટલા આશાવાદી (પોઝિટિવ એટીટયુડ) બનશો તેટલા સુખી થશો.

૭. પૂરતું પાણી ને બીજા પ્રવાહી પીઓ : ચા, કોફી. અને બીજા પ્રવાહી સાથે ગણાતા રોજ બે લિટર પ્રવાહી શરીરમાં જવું જોઇએ. યાદ રાખો શરીર ૬૫ ટકા પાણી અને ૩૫ ટકા અંગોનું બનેલું છે. શરીરમાંથી ૧ ટકો પાણી ઓછું થાય એ જોખમકારક ગણાય.

૮. વ્યસનો બંધ કરો : દારૂ, તમાકુ, કેફી પદાર્થો તદ્દન બંધ કરો.

૯. માનસિક સહનશક્તિ વધારવા પ્રયત્ન કરો : જે તમારા જીવનમાં બની ગયું છે તે અને ભવિષ્યમાં બનવાનું છે તે ઇશ્વરની મરજી એમ માની ને સ્વીકારી લો. તમારી પાસે છે તે બધુ જ શ્રેષ્ઠ છે તેમ માનો. કોઈ પણ સંજોગોમાં મનને નબળું ના પડવા દો.

૧૦. ખોટા અશુભ વિચારો ના કરો. જન્મ તમારા હાથમાં નથી, મૃત્યુ પણ તમારા હાથમાં નથી વચ્ચેનો ગાળો તમારા હાથમાં છે તે દરમ્યાન જીવન જીવી જાણો.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter