GSTV
Home » News » ‘વાયુ’ની અસરથી તિથલમાં સ્ટોલના પતરા ઉડ્યાઃNDRFની ટીમ તૈનાત

‘વાયુ’ની અસરથી તિથલમાં સ્ટોલના પતરા ઉડ્યાઃNDRFની ટીમ તૈનાત

વલસાડમાં વાયુ વાવાઝોડાની ૧૦ ટકા જેટલી અસર જોવા મળી હતી. વાયુ વાવાઝોડામાં ૧૬૦ કિ.મી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહી હતી. જોકે, વલસાડમાં તેના ૧૦ ટકા એટલેકે ૧૬ કિ.મી પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાયો હતો. જેને લઇ તિથલ દરિયા કિનારેના સ્ટોલના છાપરા (પતરા), દરિયા કિનારેના ગામોમાં પણ છાપરા ઉડયા હતા. 

વલસાડમા વાયુ વાવાઝોડાની અસર સાંજે ૫.૩૦ કલાક પછી વર્તાઇ હતી. સવારથી પવનની ગતિ રાબેતા મુજબ હતી. જોકે, સાંજ પછી વાતાવરણમાં પલટો આવ્યો હતો અને પવનની ગતિ ધીમે ધીમે વધતી જોવા મળી હતી. સાંજે પ.૩૦ કલાકે પવનની ગતિ ૧૬ કિ.મી પ્રતિ કલાકની થઇ હતી. જેમાં દરિયા કિનારેના ગામોમાં તેની ગતિ તેનાથી પણ વધી ગઇ હતી. જેને લઇ ઠેર-ઠેર પતરાં ઉડવાના અહેવાલ સાંપડી રહ્યા છે. જેમાં પારડીના ઉમરસાડી ગામે દરિયા કિનારે જ રહેતા તેજસ નાગરભાઇ પટેલના ગેરજના પતરાં ઉડી ગયા હતા. આ સિવાય તિથલ દરિયા કિનારેના સ્ટોલના અને લારીઓના પતરા પણ ઉડી ગયા હતા. 

વાવાઝોડાની આ અસર સામે પહોંચી વળવા વલસાડમાં એનડીઆરએફની એક ટુકડી આવી પહોંચી હતી. આ ટીમે તિથલ દરિયા કિનારે અને કિનારાના ૨૨ ગામોની મુલાકાત લઇ ભૂગોળનો ખ્યાલ મેળવ્યો હતો. વલસાડમાં સાંજ થતાં વાતવરણ વધુ ભયાવહ બનતું જોવા મળ્યું હતુ. જોકે, વલસાડમાં વાયુના કારણે કોઇ મોટું નુકશાન જોવા મળ્યું ન હતુ. 

કપરાડામાં મંગળવારે સાંજે ૨ કલાકમાં ૧ ઇંચ વરસાદ નોંધાયો

મંગળવારે રાત્રે વરસાદ બાદ બુધવારે દિવસભર વાદળિયો તાપઃ મહત્તમ તાપમાન ૩૫.૫ ડિગ્રી

વલસાડ જિલ્લામાં મંગળવારે મોડી સાંજથી વાતાવરણમાં પલટો આવ્યો હતો. જિલ્લામાં છુટા છવાયા વરસાદી ઝાપટા શરુ થયા હતા. જોકે, કપરાડામાં સાજે ૨ કલાકમાં ૨૬ મી.મી (૧ ઇંચ) વરસાદ વરસ્યો હતો. વલસાડ તાલુકામાં મંગળવારે રાત્રે ૧ મીમી, પારડીમાં ૩ મીમી, વાપીમાં ૪ મીમી, કપરાડામાં ૨૮ મીમી વરસાદ નોંધાયો હતો. જ્યારે ઉમરગામ અને ધરમપુર તાલુકામાં વરસાદ નોંધાયો ન હતો. કપરાડામાં સાંજે ૬થી ૮ વાગ્યા સુધીના ૨ કલાકમાં જ ૨૬ મીમી વરસાદ નોંધાયો હતો. બુધવારે સવારે વલસાડ જિલ્લામાં થોડા વરસાદી ઝાપટા આવ્યા હતા. વલસાડમાં મંગળવારે રાત્રે વરસાદ વરસ્યો હોવા છતાં બુધવારે દિવસભર ભારે ગરમીની અનુભૂતિ થઇ હતી. 


વાદળછાયા વાતવરણ વચ્ચે વાદળિયા તાપની અનુભૂતિ થઇ હતી. જ્યારે બુધવારે મહત્તમ તાપમાન ૩૫.૫ ડિગ્રી સેલ્સિયસ, લઘુત્તમ તાપમાન ૨૩.૫ ડિગ્રી સેલ્સિયસ, હવામાં ભેજનું પ્રમાણ ૭૨ ટકા અને પવનની ગતિ ૪ કિમી પ્રતિ કલાકથી વધીને સાંજે ૧૬ કિ.મી પ્રતિ કલાકની થઇ ગઇ હતી. 

સુખાલામાં વીજ પોલ અને વૃક્ષ તૂટી પડયું

વલસાડમાં વાયુની અસર જંગલ વિસ્તારમાં પણ જોવા મળી હતી. કપરાડા તાલુકાના સુખાલા ગામે ભારે પવનને લઇ એક વીજ પોલ અને એક વૃક્ષ પડી ગયું હતુ. જેને લઇ રસ્તો બંધ થઇ ગયો હતો. તેની જાણ કરાતા ડીજીવીસીએલે પોલ હટાવવાની કામગીરી હાથ ધરી હતી. 

તાપી ડિઝાસ્ટર તંત્ર ફરી પાંગળું પુરવાર થયું

તાપી જિલ્લામાં મંગળવારે ડોલવણ, વાલોડ તાલુકામાં વાવાઝોડું આવ્યું હતું. છેવાડાના નિઝર, કુકરમુંડા તાલુકાઓમાં પણ પવન ફુંકાયો હતો. જે કારણે અનેક ઘરોના નળિયા, પતરા ઉડયા હતાં. ઉપરાંત જિલ્લામાં વિજળી પડવાથી ૨ મહિલાના મોત થયા હતાં. નિઝરના નાસરપુર ગામે વૃક્ષ નીચે બાંધેલા ૧ પાડો, ૧ પાડી તથા ૧ ભેંસ મળી કુલ ત્રણ પશુઓના મોત થયા હતાં. નિઝરના બોરદા-દેવલપાડા ગામની વચ્ચે ૧૦ થી ૧૨ જેટલા વિજપોલ પડી ગયા હતાં. ડોલવણ તાલુકામાં પણ અનેક વૃક્ષો ધરાશાયી થયા હતાં. તેમ છતાં મોડી સાંજ સુધી તાપી ડિઝાસ્ટર કચેરી પાસે કોઈ માહિતી ન હતી. ગત વર્ષ દરમિયાન પણ આજ સ્થિતિ રહી હોય, વહીવટીતંત્રએ સમયે પર માહિતીઓ મળે એવું નેટવર્ક ગોઠવવાની જરૂર છે. આ લખાય છે ત્યાં સુધી મંગળવારની નુકશાનીનો રીપોર્ટ આવ્યો નથી.

READ ALSO

Related posts

એક પળમાં 2000 કિમી દુર બેઠેલા દુશ્મનનો થશે નાશ, ભારતે કર્યું અગ્નિ-2નું સફળ પરિક્ષણ

Kaushik Bavishi

આજથી બે મહિના માટે ખુલશે સબરીમાલા મંદિરના કપાટ, ઓનલાઈન બુકિંગ દ્વારા 36 મહિલાઓએ કરાવ્યું છે પ્રવેશ માટે રજીસ્ટ્રેશન

Arohi

GST મામલે વેપારીઓ માટે આવ્યા રાહતના સમાચાર, સરકારે લીધો આ નિર્ણય

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!