GSTV
Gujarat Government Advertisement

સ્ટાલિને તો નાયકવાળી કરી: શપથ લીધાની બીજી જ ક્ષણે ધડાધડ વચનો પુરા કર્યા, દરેક પરિવારને 4000 રૂપિયા, ફ્રી બસ મુસાફરીની કરી જાહેરાત

Last Updated on May 7, 2021 by Pravin Makwana

તમિલનાડૂના મુખ્યમંત્રી તરીકે એમ કે. સ્ટાલિને શુક્રવારના રોજ મુખ્યમંત્રી તરીકે શપથગ્રહણ કરતાની સાથે જ મોટા નિર્ણયો લઈ લીધા છે. રાજ્યમાં હવે લોકોને કોવિડ મહામારીમાં રાહત પેકેજ આપતા દરેક પરિવારને 4000 રૂપિયા આપવાની જાહેરાત કરી છે. સાથે જ દૂધના ભાવ ઘટાડી જનતાને રાહત આપી છે. આ ઉપરાંત સરકારી બસોમાં મહિલાઓને ફ્રીમાં મુસાફરીની જાહેરાત કરી છે.તેમની પાર્ટી દ્રમુકે છ એપ્રિલે યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં આ તમામ વચનો આપ્યા હતા.

સત્તાવાર જાહેરાતમાં એવુ કહેવાયુ હતું કે, મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળતાની સાથે તેમણે પહેલો આદેશ જાહેર કરતા ખાનગી હોસ્પિટલમાં કોરોના વાયરસની સારવાર માટે સરકારી વિમા યોજના હેઠળ લાવી દીધી છે. જેનાથી સામાન્ય જનતાને મોટો ફાયદો થવાનો છે.

જાહેરાતમાં કહેવાયુ છે કે, તેને લાગૂ કરવા માટે મુખ્યમંત્રીએ મેમાં 2,000 રૂપિયાનો પહેલા હપ્તા તરીકે 4,153.69 કરોડ રૂપિયાનું બજેટ ફાળવવા પર સહીઓ કરી દીધી છે. જેનાથી 2,07,67,000 થી વધારે રાશનકાર્ડ ધારકોને લાભ થવાનો છે.

આ ઉપરાંત અન્ય એક આદેશ પર પણ સહી કરતા રાજ્ય દ્વારા સંચાલિત આવિન દૂધના ભાવમાં ત્રણ રૂપિયાનો કાપ મુક્યો છે. આ આદેશ 16મેથી લાગૂ થઈ જશે.

અન્ય એક જાહેરાતમાં મહિલાઓ હવે શનિવારથી રાજ્ય સરકાર દ્વારા સંચાલિત બસોમાં ફ્રીમાં મુસાફરી કરી શકશે. સરકારે તેના માટે સબ્સિડી તરીકે 1200 કરોડ રૂપિયા ફાળવી દીધા છે.

સાથે જ અન્ય એક યોજના લાગૂ કરી દીધી છે. જેમાં આઈએએસ અધિકારીની અધ્યક્ષતાવાળા વિભાગનું ગઠન કરવાની મંજૂરી આપી છે, જેથી લોકોની ફરિયાદ નિવારણ માટે 100 દિવસની અંદર જ તેનું સમાધાન કરવામાં આવશે.

તેમણે ચૂંટણી દરમિયાન વચન આપ્યા હતા કે, તેમની પાર્ટી સત્તામાં આવતા 100 દિવસની અંદર લોકોની ફરિયાદોનું નિવારણ લાવી દેવામાં આવશે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

ખુશખબર / કોરોના સામેની લડાઈમાં ભારતને મળશે વધુ એક વિદેશી હથિયાર, ફાઇઝરના CEOએ આપી મહત્વપૂર્ણ જાણકારી

Zainul Ansari

કોરોના: સરકાર દ્વારા ડેલ્ટા પ્લસને ‘વેરિએન્ટ ઓફ કન્સર્ન’ જાહેર કરાયો, દેશમાં 22 દર્દીઓ મળી આવ્યા

Vishvesh Dave

એલર્ટ / રાજ્યના 4 જળાશયો હાઈઅલર્ટ પર, 12 જિલ્લાઓમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!