GSTV
World

Cases
7007751
Active
121115736
Recoverd
731096
Death
INDIA

Cases
634945
Active
1535743
Recoverd
44836
Death

આઈપીએલમાં 50% સ્ટેડિયમ ભરવા માંગે છે અમિરાત ક્રિકેટ બોર્ડ, સરકારની મંજૂરીની રાહ જોવાય છે

અમિરાત ક્રિકેટ બોર્ડના સેક્રેટરી મુબાશિર ઉસ્માનીએ કહ્યું કે જો સરકાર મંજૂરી આપે તો તેઓ સંયુક્ત આરબ અમીરાતમાં ઇન્ડિયન પ્રીમિયર લીગમાં પ્રેક્ષકો સાથે 30 થી 50 ટકા સ્ટેડિયમો ભરવા માંગે છે. આઈપીએલની તારીખોની ઘોષણા કરતી વખતે તેના અધ્યક્ષ બ્રિજેશ પટેલે જણાવ્યું હતું કે સંયુક્ત આરબ અમીરાત (યુએઈ)માં 19 સપ્ટેમ્બરથી 8 નવેમ્બર દરમિયાન યોજાનારી આઈપીએલની ટી-20 ટૂર્નામેન્ટ દરમિયાન દર્શકોને પ્રવેશ માટે મંજૂરી આપવાનો નિર્ણય યુએઈ સરકાર દ્વારા લેવામાં આવશે.

તારીખોની ઘોષણા કરવા છતાં, ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઈ) યુએઈમાં આઈપીએલ રમાડવા માટે ભારત સરકારની મંજૂરીની રાહ જોઈ રહ્યું છે. ઉસ્માનીએ ફોન પર કહ્યું, ‘એકવાર અમને બીસીસીઆઈ તરફથી પુષ્ટિ મળે (ભારત સરકારની મંજૂરી વિશે) ત્યારબાદ અમે અમારી અને બીસીસીઆઈ દ્વારા તૈયાર કરેલી સંપૂર્ણ દરખાસ્ત અને સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રક્રિયા (એસઓપી) લઈને અમારી સરકાર પાસે જઈશું.’

ઉસ્માનીએ કહ્યું કે, ‘અમે ચોક્કસપણે અમારા લોકોને આ પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટનો અનુભવ કરાવવા માંગીએ છીએ, પરંતુ આ નિર્ણય સંપૂર્ણપણે સરકારનો રહેશે. અહીંની મોટા ભાગની ટૂર્નામેન્ટોમાં દર્શકોની સંખ્યા 30 થી 50 ટકા સુધીની હોય છે, અમે આ સંખ્યાની જ અપેક્ષા રાખી રહ્યા છીએ. આ અંગે અમે અમારી સરકારની મંજૂરીની અપેક્ષા રાખીએ છીએ.’ યુએઈમાં કોરોના વાયરસના 6000થી વધુ સક્રિય કેસો છે ત્યાં આ રોગચાળો છે પરંતુ પરિસ્થિતિ લગભગ નિયંત્રિત છે.

READ ALSO

Related posts

મને પદની લાલચ નથી, રાજસ્થાનના રણમાં પહેવી વખત સામે આવ્યાં સચિન પાયલટ

Nilesh Jethva

લૂંટેરી દુલ્હન : અમદાવાદમાં યુવકને લગ્નના બીજા દિવસે જ મળ્યો દગો, યુવતી રોકડ અને ઘરેણા લઈ ફરાર

Nilesh Jethva

મણિપુરની ભાજપ સરકારે વિધાનસભામાં ધ્વનિમતથી વિશ્વાસ મત જીત્યો, કોંગ્રેસના ધારાસભ્યોએ ગૃહમાં ખુરશીઓ ફેંકી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!