કોરોના વાયરસને આ વખતે સમગ્ર દુનિયાને બદલી નાખી છે. છેલ્લા કેટલાક સમયથી વિવિધ રમતોનો તો પ્રારંભ થયો છે પરંતુ તેમાં પ્રેક્ષકોના પ્રવેશ પર મનાઈ ફરમાવી દેવામાં આવી છે. આ વખતે આખી આઇપીએલની સિઝન એક પણ પ્રેક્ષક વિના જ યુનાઇટેડ આરબ અમિરાતમાં યોજાઈ ગઈ હતી.

વન-ડે સિરીઝનો પ્રારંભ થયો તે સાથે સ્ટેડિયમ પર પ્રેક્ષકોની પણ એન્ટ્રી થઈ ગઈ
જોકે શુક્રવારે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે વન-ડે સિરીઝનો પ્રારંભ થયો તે સાથે સ્ટેડિયમ પર પ્રેક્ષકોની પણ એન્ટ્રી થઈ ગઈ છે. છેલ્લે માર્ચ મહિનામાં આ જ મેદાન પર ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે એક મેચ રમાઈ હતી જેમાં પ્રેક્ષકોને પ્રવેશ અપાયો ન હતો અને ત્યાર બાદ તો ક્રિકેટ જ અટકી ગયું હતું. ઇંગ્લેન્ડમાં આ વર્ષે વેસ્ટ ઇન્ડિઝની ટીમ ત્રણ ટેસ્ટ રમી ત્યાર બાદ પાકિસ્તાનની ટીમ પણ રમી અને ઓસ્ટ્રેલિયાની ટીમ વન-ડે સિરીઝ રમી. આ તમામ મેચો પ્રેક્ષક વિના જ રમાઈ હતી.


ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચોમાં 50 ટકા પ્રેક્ષકોના પ્રવેશને જ મંજૂરી
હવે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચોમાં 50 ટકા પ્રેક્ષકોના પ્રવેશને જ મંજૂરી મળી છે. તેનો અર્થ એ થયો કે સિડની ખાતે અડધા સ્ટેડિયમમાં પ્રેક્ષકો બેસી શકશે. આવી જ રીતે કેનબેરા ખાતે રમાનારી ત્રીજી મેચમાં 65 ટકા પ્રેક્ષકોને પ્રવેશની મંજૂરી આપવામાં આવી છે. શુક્રવારે એરોન ફિંચ અને ડેવિડ વોર્નરે શાનદાર પ્રારંભ કરીને 156 રનની ભાગીદારી નોંધાવી તથા ફિંચે સદી ફટકારી તે નિહાળવા માટે હજારો પ્રેક્ષકો હાજર હતા.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
READ ALSO
- સરકાર કાલે રજુ કરશે 125 રૂપિયાનો સિક્કો, જાણો કેવો દેખાશે અને શું છે કારણ…
- તમારા કામનું/ 1 ફેબ્રુઆરીથી જનતાને મળશે રાશનની હોમ ડિલીવરી, શરૂ થઇ આ ખાસ સુવિધા
- આનંદો/ ખુલ્લા મેદાનમાં યોજાતા લગ્ન પ્રંસગમાં બહોળી સંખ્યામાં મહેમાનને કરી શકશો આમંત્રિત, રૂપાણી સરકારની મોટી જાહેરાત
- રોકાણ માટે NSC છે એક સારો વિકલ્પ, સારા રિટર્ન અને ટેક્સની બચતની સાથે મળે છે ઘણા ફાયદાઓ
- બેન્કના લોકરમાં રૂપિયા રાખતા હો તો આ વીડિયો જોઈ લેજો, ખાતેદારે લોકર કર્યુ ઓપન તો તે પણ ચોંકી ઉઠયો!