GSTV
Gujarat Government Advertisement

STને દિવાળી ફળી : પાંચ જ દિવસમાં 5.44 કરોડની ધરખમ આવક

Last Updated on October 28, 2019 by Mayur

એસ.ટી.નિગમને દિવાળી ફળી હોય તેમ આ વર્ષે એક્સ્ટ્રા સંચાલનમાં પાંચ દિવસમાં જ નિગમને ૫.૪૪ કરોડની ધરખમ આવક થવા પામી છે. જે ગત વર્ષની તુલનામાં ૨.૧૮ કરોડની વધુ આવક દર્શાવે છે.તા.૨૨ થી ૨૬ ઓક્ટોબર સુધીના ગાળામાં કુલ ૨,૫૩,૯૧૧ મુસાફરોએ મુસાફરી કરી હોવાનું નિગમના અધિકારીઓનું કહેવું છે. મોબાઇલ અને ઓનલાઇન ઇ-ટિકિટ બુક કરાવવા ઉપર ૧૦ ટકા વળતર મળતું હોવાથી આ વર્ષે તા.૨૬ ઓક્ટોબર સુધીના પાંચ દિવસમાં જ ૪૨,૩૧૨ લોકોએ તેનો લાભ લીધો છે.

દિવાળીના તહેવારોને ધ્યાને લઇને નિગમ દ્વારા ગત તા.૨૨ ઓક્ટોબરથી એકસ્ટ્રા બસોનું સંચાલન શરૂ કરાયું હતું. અમદાવાદ વિભાગમાંથી જ તા.૨૬ ઓક્ટોબર સુધીમાં ૮૫૦ એકસ્ટ્રા બસો વિવિધ સ્થળોએ દોડાવાઇ હતી. સમગ્ર રાજ્યમાં ગત વર્ષની તુલનામાં આ વર્ષે દિવાળીના તહેવારો દરમિયાન એસ.ટી.ના મુસાફરો બમણા વધ્યા હોવાનું ધ્યાને આવ્યું છે.

આ અંગે અધિકારીઓના જણાવ્યા મુજબ દિવાળીમાં એક્સ્ટ્રા બસોનું એકસ્ટ્રા ભાડુ ન વસુલવાના લેવાયેલા નિર્ણયને કારણે મુસાફરો ે એસ.ટી.બસો તરફ વળ્યા છે. વળી મોબાઇલ એપ કે ઓનલાઇન ટિકિટ બુક કરાવવા પર ૧૦ ટકા વળતરની રાહત યોજનાએ પણ મુસાફરોને વધુ મોટી રાહત આપી છે.

નોંધપાત્ર છેકે તા.૨૨ ઓક્ટોબરથી ૨૬ ઓક્ટોબર સુધીના સમયગાળામાં ગત વર્ષે એકસ્ટ્રા સંચાલનમાં નિગમને ૩,૨૬ કરોડની આવક થઇ હતી. તેની સામે આ વર્ષે ૫.૪૪ કરોડની આવક થઇ છે. ગત વર્ષે મોબાઇલ એપથી ૯,૨૮૫ ટિકિટ બુક મુસાફરોએ કરાવી હતી. તેની સામે આ વર્ષે ૩૫,૬૦૬ મુસાફરોએ મોબાઇલ એપથી ટિકિટ બુક કરાવી છે. ગત વર્ષે ઓનલાઇન ઇ-ટિકિટ ૨૩,૨૨૫ મુસાફરોએ કરાવી હતી. તેની સામે આ વર્ષે ૩૯,૨૧૬ મુસાફરોએ ઓનલાઇન ટિકિટ બુક કરાવી છે.

કુલ ટિકિટ બુકિંગની વાત કરીએ તો ગત વર્ષે ૧,૩૮,૮૬૫ ટિકિટ બુક થઇ હતી. તેની સામે આ વર્ષે ૨,૫૩,૯૧૧ ટિકિટ બુક થઇ હોવાનું અધિકારીઓનું કહેવું છે. આમ આ વર્ષે ખાનગી વાહનોના બમણા ભાડા વચ્ચે એસ.ટી.નિગમ દ્વારા મુસાફરોને ભાડામાં અપાયેલી રાહતોને લઇને મુસાફરોએ એસ.ટી.ને વધુ પસંદ કરી છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

રાજ્યવ્યાપી દરોડા: ગર્ભપાતની કીટનું ગેરકાયદેસર રીતે થઈ રહ્યુ હતું ઓનલાઈન વેચાણ, કરોડોનો માલ થયો જપ્ત

Pravin Makwana

ચીનમાં 1500 વર્ષથી એક પહાડી પર લટકતું છે આ મંદિર, જાણો તેની પાછળનું કારણ

Vishvesh Dave

1 જુલાઈથી બદલાશે ચેક બુક સંબંધિત આ નિયમો, તમારા ખિસ્સા પર પડશે તેની સીધી અસર

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!