GSTV

ST નિગમે ખોટ સાથે શરૂ કરી સેવા, ખાનગી ટ્રાવેલ્સમાં વસુલાઈ રહ્યું છે દોઢું ભાડું

ST

Last Updated on June 7, 2020 by Arohi

અનલોક – ૧ જાહેર થતાની સાથે જ સરકારે વ્યાપક છૂટછાટ અને આંતર જિલ્લા હેરફેરની છૂટ આપતા એસટી નિગમે લાંબા અને ટુંકા અંતરના રૂટ શરૂ કરી દીધા છે આ સરકારી નિગમ હોવાથી હાલ ખોટ સહન કરીને પણ ST નિગમનાં તમામ ડિવિઝનોમાં રૂટ ચાલુ થઈ ગયા છે. દરમિયાન ખાનગી  ટ્રાવેર્લ્સનાં સંચાલકોને સરકારે ટેકસમાં રાહતો આપતા ખાનગી બસોનું પરિવહન ચાલુ કરી દેવામાં આવ્યુ છે પણ કોરોનાની આફતમાં દોઢું ભાડું વસુલવામાં આવી રહયું છે.  ખાનગી બસોમાં પણ સોશ્યલ ડિસ્ટન્સ જળવાય તે રીતે મર્યાદિત સંખ્યામાં પેસેન્જર સાથે બસો દોડાવવાની છૂટ અપાઈ છે પણ કોરોના પહેલા જે ભાડુ લેવામાં આવતુ હતુ તેના કરતા હાલ દોઢુ ભાડુ લેવામાં આવી રહ્યુ છે.

પુરતી સીટ ભરાતી ન હોવાથી દોઢુ ભાડુ લેવામાં આવી રહ્યું છે

બસ સંચાલકોને પુરી સીટ ભરાતી ન હોવાથી આર્થિક રીતે પરવડતુ ન હોવાથી દોઢુ ભાડુ લેવામાં આવી રહયુ હોવાનું બસ સંચાલકો જણાવી રહયા છે. ખાનગી બસોનાં રૂટ ધીમે ધીમે ચાલુ થઈ રહયા છે સોમવારથી રૂટની સંખ્યા વધશે તેવી ધારણા છે. બીજી તરફ એસટી નિગમ  સરકારનું એકમ હોવાથી ખોટ સહન કરીને પણ ગ્રામ્ય અને શહેરોનાં રૂટ ચાલુ કરવામાં આવી રહયા છે. નિગમનાં અધિકારીઓનાં જણાંવ્યા મુજબ હાલ ૩૦ ટકા પરિવહન ચાલુ કરવામાં આવ્યુ છે. એક બસમાં ૩૦ પેસેન્જર સાથે  રૂટ ચાલુ કરવામાં આવ્યા છે.

એક કિ.મી.ચલાવવા પાછળ આશરે રૂ. ૧ર નો ડિઝલનો ખર્ચ

બસને એક કિ.મી.ચલાવવા પાછળ આશરે રૂ. ૧ર નો ડિઝલનો ખર્ચ થાય છે હાલનાં સંજોગોમાં જે સુરત – અમદાવાદ સહિતનાં શહેરોમાં રૂટ શરૂ કરવામાં આવ્યા છે તેમાં રિટર્નમાં તો મોટાભાગની બસો ખાલી આવે છે. ડિઝલનાં પૈસા પણ નીકળતા નથી. એક કિ.મી. દિઠ આશરે દોઢ  થી  બે  રૂપિયાની ખોટ આવે છે. એસટીની બસોમાં અગાઉથી નકકી કરાયેલા ભાડામાં કોઈ ફેરફાર કરાયો નથી. સરકારી નિગમ હોવાથી ખોટ થતી હોવા છતાં રૂટો ચલાવવામાં આવી રહયા છે.

૪૯૮ શેડયુલમાંથી હાલ ૧૩૪  બસનાં શેડયુલ શરૂ

રાજકોટ ડિવિઝનમાં કુલ ૪૯૮ શેડયુલમાંથી હાલ ૧૩૪  બસનાં શેડયુલ શરૂ કરવામાં આવ્યા છે જયારે અમરેલી ડિવિઝનમાં ૩૩૦ શેડયુલમાંથી ૧૦૦ જેટલા ચાલુ કરવામાં આવ્યા છે તેમાંથી ૭૦ એકસપ્રેસ અને ૩૦ લોકલ રૂટ ચાલુ થયા છે. સૌરાષ્ટ્રમાંથી સુરત, અમદાવાદ , ગાંધીનગર, અંબાજી, દાહોદ સહિતનાં રૂટો ચાલુ કરાયા છે. હાલ રાત્રે ૯ થી વહેલી સવારનાં પ વાગ્યા સુધી કર્ફયુ હોવાથી બસો રાતનાં આઠ સુધી જ દોડાવવામાં આવી રહી છે. ખાનગી અને એસટીની બસોમાં સોશ્યલ ડિસ્ટન્સના પાલન સાથેનાં નિયમોને પાળીને બસોનું સંચાલન શરૂ કરાયુ છે. લગભગ બે મહિના સુધી ખાનગી બસો બંધ રહયા બાદ હવે ફરી શરૂ થઈ છે.

Read Also

Related posts

મોંઘવારી/ રાજકોટમાં સીંગતેલ અને કપાસિયા તેલનાં ભાવ ફરી આસમાને, જાણો ડબ્બે કેટલાં રૂપિયાનો થયો વધારો?

Dhruv Brahmbhatt

વાતાવરણ પલટાશે/ રાજ્યમાં કાતિલ ઠંડીનો વધુ એક રાઉન્ડ શરૂ થશે, અનેક જિલ્લાઓમાં હજુ આટલા દિવસ માવઠાની આગાહી

Bansari

કહેર/ ગાંધીનગર સિવિલનાં 12 ડોક્ટર્સનો કોરોના પોઝિટિવ, વેક્સિનનાં બે ડોઝ લીધા બાદ પણ ફ્રન્ટલાઇન વોરિયર્સ વાયરસની ઝપેટમાં

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!