GSTV
Gandhinagar Trending ગુજરાત

કોરોનાએ મારેલી બ્રેક હવે છૂટી: ગુજરાત એસટીના રાજસ્થાન મધ્યપ્રદેશના રુટ થયા શરૂ

રાજ્ય એસટી નિગમ દ્વારા ફરી એક વખત રાજસ્થાન અને મધ્ય પ્રદેશ ના બંધ કરેલા રૂટ શરુ કરવામાં આવ્યા છે. રાજસ્થાનમાં ૧૦ જયારે એમપી માં 8 રૂટ ઇન્દોર માટે શરૂ કરવામાં આવ્યા છે. કોરોનાને  કારણે લોકડાઉન લગાવવામાં આવ્યું હતું. જેથી ત્યાં એસટીના રૂટ બંધ કરવામાં આવ્યા હતા.

એસટી

આમ તો બંને રાજ્યની થઇને ૩00 જેટલા શિડ્યુલ ચાલુ હતા પરંતુ હાલમાં બંને રાજ્યના થઈને 18 સીડ્યુલ શરુ કરવામાં આવ્યા છે. જયારે અગામી સમયમાં રોડ ટેક્ષ સહિતની તમામ પ્રક્રિયા પૂર્ણ થઇ જાય એટલે તમામ શીડ્યુલ શરુ કરી દેવામાં આવશે. પરંતુ મહારાષ્ટ્રના તમામ રૂટ બંધ જ રાખવામાં આવ્યા છે. આમ તો એસટી વિભાગને દરરોજની ૬.૫૦ કરોડ ની આવક થાય છે.

પરંતુ હાલમાં ઘણા રૂટ બંધ હોવાના કારણે આવકમાં 2 કરોડ જેટલો ઘટાડો થયો છે એટલે કે 4.50 કરોડ જેટલી આવક થઇ ગઈ છે. આમ તો હાલમાં રાજસ્થાન અને એમપી ની કેટલીક રૂટની બસો ચાલી રહી છે ત્યારે અગામી સમયમાં જો રાજ્ય સરકાર દ્વારા પ્રતિબંધો હટાવી લેવામાં આવે તો એસટી વિભાગ તમામ રૂટ ફરી એક વખત ઓપરેટ કરવાનું શરુ કરી દેશે

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

કોમર્સમાં કકળાટ યથાવતઃ કોલેજ દીઠ ખાલી બેઠકો જાહેર ન કરાતા વિદ્યાર્થીઓ હેરાન, ત્રણ રાઉન્ડ બાદ પણ ૨૦ હજારથી વધુ બેઠકો ખાલી 

pratikshah

ડોલો-650નું વેચાણ વધારવા માટે ડોકટરોને આપવામાં આવી 1000 કરોડ રૂપિયાની ભેટ, NGOના ગંભીર આરોપ

Damini Patel

હવે CoVin પરથી ખબર પડી જશે રક્તદાન અને અંગદાનની સ્થિતિ, ડોનરનો સંપર્ક કરવો થઇ જશે સરળ; જાણો કેવી રીતે

Damini Patel
GSTV