GSTV

રાજ્યમાં ભારે વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાતા એસટી વિભાગે લીધો આ મોટો નિર્ણય

રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે અનેક ઠેકાણે વાહનો ફસાયા હોય કે તણાયા હોય તેવી અનેક ઘટનાઓ સામે આવી રહી છે જેને પગલે એસટી નિગમ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે કે જ્યાં કોઝવેમાં પાણી હોય તો ત્યાંથી બસને પસાર ન કરવી અને ડ્રાઈવરે જે તે વિસ્તારના ડેપો સાથે સંપર્કમાં રહેવું. તેમજ પાણી ભરાયેલા છે કે નહીં તેની ડેપોમાંથી માહિતી મેળવી લેવી જેવી જરૂરી સૂચના આપવામાં આવી છે. સાથે જ દરેક સૂચનાનું પાલન કરવું અને આ બાબતે બેદરકારી રાખનાર ડ્રાઈવર સામે પગલાં લેવામાં આવશે તેવી પણ સૂચના આપવામાં આવી છે.

તેમજ દરેક ડેપો મેનેજર પોતાના વિસ્તારની માહિતી મેળવતા રહે. અને કોઝવે અથવા તો રોડ ઉપર પાણી ભરાયેલ હોય તો તે રૂટના ડ્રાઈવરોને જાણ કરે. તેમજ બસ અને ડ્રાઈવર કંડકટર પણ રાત્રી રોકાણ નજીકના ડેપોમાં કરે. કોઈ રૂટ ઉપર પાણી ભરાયેલ હોય તો બસને બીજા રૂટ પરથી લઈ જવા સૂચના આપવામાં આવી છે. તેમ છતાં ગત રોજ ઉમવાડા રેલ્વે અન્ડરબ્રીજમાં વરસાદી પાણી ભરાયા હતા.અને રૂટને ડાઈવઝન આપવામાં આવ્યું હતું. તેમ છતાં પણ ગોંડલ-પાવાગઢ રૂટના એસટી બસ ડ્રાઈવરે પાણીમાં બસ નાખી હતી. પાણી વધારે હોવાના કારણે બસ ફસાઈ હતી. ત્યારે ડ્રાઈવરની બેદરકારીને ધ્યાને રાખીને ડ્રાઈવરને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.

READ ALSO

Related posts

LIVE સંસદમાં સાંસદે પાર્ટનરના પ્રાઈવેટ પાર્ટને કરી લીધી કિસ, આપવું પડ્યુ મંત્રી પદેથી રાજીનામું

Pravin Makwana

સરકારે ફરવાના શોખીનો માટે વિવિધ સ્થળોને ખુલ્લા મુકતા લાંબા સમયથી ખોટ ખાઈ રહેલા ટુર ઓપરેટરોની દિવાળી સુધરશે

Nilesh Jethva

અમદાવાદમાં ચણિયાચોળીના વેપારીઓની હાલત કફોડી બની, ઘરનું ગુજરાન ચલાવવા આ વેપારી પીપીઈ કીટ બનાવવા લાગ્યા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!