GSTV
World

Cases
5279458
Active
7246649
Recoverd
572981
Death
INDIA

Cases
311656
Active
571460
Recoverd
23727
Death

અમદાવાદ : એસટી બસની આથી થશે શરૂઆત, જાણો ક્યાંથી મળશે ટિકિટ અને કેવા હશે નિયમો

અનલોક-1 માં રાજ્ય સરકારે એસટી બસ સેવા શરૂ કરવાની જાહેરાત કરી છે. નોંધનિય છે કે આ પહેલા રાજ્યના સિમિત વિસ્તારમાં આ સેવા શરૂ કરવામાં આવી હતી. રાજ્ય સરકાર દ્વારા નક્કી કરેલા કન્ટેન્ટમેન્ટ ઝોન તેમજ માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન સિવાય સમગ્ર રાજ્યમાં નિગમની બસોનું સંચાલન શરૂ કરવામાં આવશે.

સવારના 7 થી રાત્રીના 8 કલાક સુધી સંચાલન કરવામાં આવશે. બસમાં સોશિયલ ડિસ્ટસિંગનું પાલન કરવું પડશે ઉપરાંત માસ્ક પહેરવું ફરજીયાત રહેશે.

આજથી એસટી બસ સેવા શરૂ થશે

 • ગીતા મંદિર બસપોર્ટ બંધ રહશે
 • ગીતા મંદિર બસપોર્ટ પરથી એક પણ બસ નહિ ઉપડે
 • અમદાવાદના અલગ અલગ સ્ટોપેજ પરથી જ બસ ઉપશે
 • સૌરાષ્ટ્ર તરફ જવા માટે – રાણીપ, કૃષ્ણનગર અને નહેરૂનગર બસ સ્ટેશનથી બસ પડશે
 • દક્ષિણ ગુજરાત તરફ જવા માટે – રાણીપ, નહેરૂનગર અને કૃષ્ણનગર બસ સ્ટેશનથી બસ પડશે
 • ઉત્તર ગુજરાત તરફ જવા માટે- રાણીપ, કૃષ્ણનગર અને નહેરૂનગર બસ સ્ટેશનથી બસ પડશે
 • મધ્ય ગુજરાત/પંચમહાલ તરફ જવા માટે- રાણીપ, નહેરૂનગર બસ સ્ટેશનથી બસ પડશે
 • એસટી બસ કોઈ પણ રૂટ કન્ટેન્ટમેન્ટ ઝોન તેમજ માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન વિસ્તારમાંથી પસાર થશે નહિ
 • બસમાં મુસાફરી કરનાર મુસાફરે તેઓની ટ્રીપ ઉપડે તે પહેલા ઓછામાં ઓછા ૩૦ મિનીટ વહેલા બસ સ્ટેન્ડ પર આવવાનું રહેશે

આજથી શરૂ થશે અમદાવાદની લાઈફ લાઈન કહેવાતી AMTS, આ ગાઈડલાઈનનુ કરવું પડશે પાલન

અનલોક 1 આજથી લાગુ થશે ત્યારે અમદાવાદમાં એએમટીએસ બસ સેવા પણ શરૂ કરવામાં આવશે. આજથી 50 ટકા બસો દોડાવવામાં આવશે. આશરે 350 જેટલી બસ દોડાવશે. 125 રૂટમાંથી 61 રૂટ પર બસ સેવા શરૂ કરવામાં આવશે. એક અઠવાડિયા સુધી પૂર્વથી પશ્ચિમમાં બસ સેવા શરૂ કરવામાં નહીં આવે. તેમજ ડ્રાઈવરો અને મુસાફરો માટે માસ્ક ફરજિયાત રહેશે. એક બસમાં 16 મુસાફરો બેસી શકશે. નક્કી કરાયેલા રૂટ પર બસ સવારના 6 થી રાત્રના 8 સુધી દોડશે.

અમદાવાદમાં ફરી દોડશે બસ

 • AMTS-BRTS બસથી ફરી ધબકતું થશે અમદાવાદ શહેર
 • પહેલા કરતા ૫૦ ટકા બસ જ દોડાવાશે
 • મુસાફરોની સંખ્યા પણ અડધી જ રહેશે

70 દિવસ બાદ અમદાવાદ શહેરમાં એએમટીએસ અને બીઆરટીએસ બસ દોડતી થશે. બસો દોડાવવા માટે ગ્રીન સિગ્નલ મળી જતા તંત્ર દ્વારા આ માટે જરૂરી તૈયારીઓ કરવામાં આવી જેમાં સેનેટાઇઝિંગની કામગીરી કરવામાં આવી. સાથે સાથે પ્રવાસીઓ વચ્ચે યોગ્ય અંતર જળવાઈ રહે તે માટે માર્કિંગ પણ કરવામાં આવ્યું છે. એએમટીએસની વાત કરીએ તો અમદાવાદમાં સામાન્ય દિવસોમાં 700 બસ ચાલતી હતી હવે તની તુલનાએ 50 ટકા એટલે કે 350 બસ જ દોડશે. બસમાં કેપેસિટી કરતા અડધા જ એટલે કે 16 મુસાફરો બેસી શકશે. 125 રૂટમાંથી 61 રૂટ ચાલુ કરાશે. એક અઠવાડિયા સુધી પૂર્વની પશ્ચિમ અને પશ્ચિમની બસો પૂર્વમાં નહી જાય. નવ વાગે કર્ફ્યુ અમલમાં આવતો હોવાથી બસ સેવા સવારે 7 થી સાંજના 7 સુધી દોડશે. મુસાફરો ડ્રાઈવર- કન્ડક્ટર માટે માસ્ક ફરજીયાત રહેશે. બધા જ બસ મથકો પર નહીં પરંતુ મુખ્ય મથકો પર સેનેટાઇઝરની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવાશે

AMTS બસ

 • ૩૫૦ બસ જ દોડશે
 • બસમાં માત્ર ૧૬ મુસાફરો જ બેસી શકશે
 • ૧૨૫ રૂટમાંથી ૬૧ રૂટ ચાલુ કરાશે
 • એક અઠવાડીયા સુધી પૂર્વની બસ પશ્ચિમમાં અને પશ્ચિમની બસ પૂર્વમાં નહીં જાય
 • બસ સેવા સવારે ૭ થી સાંજના ૭ સુધી
 • મુસાફર, ડ્રાઇવર-કંડકટર માટે માસ્ક ફરજીયાત
 • મુખય બસ મથક પર સેનેટાઇઝરની વ્યવસ્થા

14 રૂટમાંથી 8 રૂટ શરૂ કરાશે. 250 બસોમાંથી અડધી એટલે કે 125 બસો જ દોડશે. કન્ટેન્મેન્ટ વિસ્તારમાં બસ નહીં જાય. ડ્રાઈવરનું થર્મલગનથી ચેકીંગ થશે. આ ઉપરાંત મુસાફરો માટે બસ મથક પર સેનેટાઇઝરની વ્યવસ્થા કરાઇ છે. ઘણા લાંબા દિવસ બાદ અમદાવાદ શહેરમાં સિટી બસો દોડશે ત્યારે મુસાફરોનો કેવો પ્રતિસાદ મળે છે તે પણ મહત્વનું છે અગાઉ કોરોના કેસ વધ્યા ત્યારે મુસાફરોની સંખ્યામાં ઘટાડો થયો હતો.

READ ALSO


Related posts

flipkartને થઈ ગઈ ચાંદી જ ચાંદી, વોલમાર્ટની આગેવાનીવાળા સમૂહોએ કર્યું અબજોનું રોકાણ

Pravin Makwana

સુરત : સ્મશાન ગૃહમાં કલાકોનું વેઇટિંગ બોલાતા પરિવાજનો અંતિમવિધિ વિના સ્વજનની લાશ અન્ય સ્મશાને લઈ ગયા

Nilesh Jethva

કોરોનાને નાથવા માટે ભારતમાં થઈ રહ્યો છે આ 6 દવાનો ઉપયોગ, જાણો કઈ કિંમતે મળશે

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!