GSTV

રાજ્ય સરકારની ST બસને લઈને મહત્વની જાહેરાત, 1લી જુલાઈથી આ તમામ રૂટ થશે શરૂ

ST બસ

Last Updated on June 27, 2020 by Arohi

અનલોક વન પૂર્ણ થવાને ગણતરીના દિવસો બાકી છે ત્યારે રાજ્ય સરકારે મહત્વની જાહેરાત કરી છે. રાજ્ય સરકારે 1લી જુલાઈથી જ રાજ્યમાં તમામ એક્સપ્રેસ બસોનું સંચાલન શરૂ કરવાની જાહેરાત કરી છે. પરંતુ આંતર રાજ્ય બસ સેવા હાલ પૂરતી સ્થગિત કરવામાં આવી છે. આ સાથે જ સરકારે સોશિયલ ડિસ્ટન્સિંગના પાલન માટે અને બસમાં મુસાફરોને ચડતી ઉતરતી વખતે થર્મલ ગનથી ચેકિંગ કરવા સૂચના પણ આપી છે. આ ઉપરાંત 15થી ઓછા મુસાફરો ધરાવતી બસોને રદ કરવી અથવા તેનું દૈનિક ધોરણે રેશનલાઇઝેશન કરવાનું રહેશે. જો એક જ ગ્રુપના વધુ મુસાફરો દ્વારા બસની માગણી કરવામાં આવે તો એક્સ્ટ્રા બસ ફાળવવાની રહેશે. જિલ્લાથી જિલ્લા, જિલ્લાથી તાલુકા અને તાલુકાથી તાલુકાને જોડતી બસોનું પોઇન્ટ ટુ પોઇન્ટ સંચાલન કરવામાં આવશે.

બીજી તરફ રેલવેતંત્રએ લીધો આ નિર્ણય

કોરોના સંક્રમણના ભય વચ્ચે રેલવેતંત્ર દ્વારા રેગ્યુલર ટાઇમ ટેબલ્ડ પેસેન્જર ટ્રેનોને આગામી તા.૧૨ ઓગષ્ટ સુધી રદ કરવાનો નિર્ણય રેલવે બોર્ડ દ્વારા  લેવામાં આવ્યો છે. નોંધપાત્ર છેકે ગત તા.૨૫ માર્ચથી લઇને આગામી તા.૩૦ જુન સુધી દેશભરમાં તમામ પ્રકારની મેલ-એક્સપ્રેસ સહિતની પેસેન્જર ટ્રેનો રદ કરવાનો નિર્ણય અગાઉ લેવાયો હતો. તમામ મુસાફરોને પુરેપુરૃ રિફંડ ચૂકવવામાં આવશે.

રેગ્યુલર ટ્રેન સેવા હજુ  દોઢ મહિનો બંધ

દેશભરમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું હોવાથી રેગ્યુલર ટ્રેન સેવા હજુ  દોઢ મહિનો બંધ રહેનાર છે. અમદાવાદ વિભાગના પીઆરઓ પ્રદીપ શર્માના જણાવ્યા મુજબ હાલમાં  ફક્ત સ્પેશિયલ ટ્રેનો , શ્રમિક  ટ્રેનો અને માલગાડીઓ જ  ચાલુ રાખવામાં આવશે.  જ્યારે અગાઉ દોડતી રેગ્યુલર ટ્રેનોને તા.૧૨ ઓગષ્ટ સુધી રદ કરી દેવામાં આવી છે. હાલમાં મુસાફરોની સુવિધા માટે દેશભરમાં ૨૦૦ સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવી રહી છે.

ST બસ

મુસાફરોને મળશે પુરેપુરુ રિફંડ

તમામ મુસાફરોને તેમની ટિકિટનું પુરેપુરૃ રિફંડ ચૂકવવામાં આવશે આ માટે અમદાવાદ વિભાગમાં  હાલમાં ૭૫ જેટલા પીઆરએસ કાઉન્ટર કાર્યરત છે.  જેમાં રિઝર્વેશન કાઉન્ટર પરથી બુક કરાયેલી ટિકિટોનું રિફંડ આપવામાં આવશે. નોંધપાત્ર છેકે મુસાફરોની સુવિધા માટે હાલમાં સ્પેશિયલ ટ્રેનો દોડાવાઇ રહી છે. અમદાવાદથી આવી ૧૦ ટ્રેનો ઉપડે છે. જેમાં દિલ્હી માટે ૨, મુંબઇ માટે ૧, હાવડા, વારાણસી, ગોરખપુર, દરભંગા અને મુઝફ્ફરપુર સહિતના સ્ટેશનો માટે દોડતી ટ્રેનો ચાલુ રહેશે. આમ રેગ્યુલર ટ્રેન સેવા ચાલુ થતા હજુ ૧૨ ઓગષ્ટ સુધી રાહ જોવી પડશે.

Read Also

Related posts

ઝાટકણી/ રાજકીય નેતાઓ ઇન્જેકશન વહેંચે તો તેની સામે પગલાં કેમ નથી લેવાતા? રેમડેસિવિર ઇન્જેક્શન મુદ્દે હાઇકોર્ટનો રૂપાણી સરકારને તીખો સવાલ

Bansari

7 દિવસમાં તૈયાર થઇ જશે ફસલ! બાલકનીથી લઇ બેડરૂમ સુધી ઉગાડી શકો છો, લાખોની થશે કમાણી

Damini Patel

મેઘ મલ્હાર/ રાજ્યમાં વરસાદ બાદ કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યુ, ગુજરાતના આ મિનિ કાશ્મીરમાં પ્રવાસીઓ ઉમટી પડ્યાં

Bansari
Do NOT follow this link or you will be banned from the site!