GSTV

ચાલુ બસે ડ્રાઈવરને આવ્યો હાર્ટ એટેક, 50 યાત્રીઓ હતા સવાર

એક એસટી બસના ડ્રાયવરે મરતા મરતાં યાત્રીના જીવ બચાવ્યા. વાત એવી છે કે કલોલથી પાટડી જતી એસટી બસના ડ્રાયવર રમેશભાઈ નાયક પાટડી નજીક ચાલુ બસે હાર્ટ એટેક આવ્યો. પરંતુ તેમણે સમયસૂચકતા વાપરીને બસ રોડ નીચે ખેતરમાં ઉતારી દીધી. અને બસ થોભાવી દીધી. જેને કારણે મોટી દુર્ઘટના ટળી.

ડ્રાયવરે અચાનક બસ નીચે ઉતારી દેતાં એક સમયે મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા. બસ પાટડી નજીક સાવડાના બોર્ડ પાસે પહોંચી ત્યારે ડ્રાયવરને એટેક આવ્યો. આ સમયે બસમાં કંડક્ટર સાથે 50 યાત્રીઓ સવાર હતા. રમેશભાઈને તાત્કાલીક પાટડી સરકારી હોસ્પિટલ લઈ જવાયા હતા. જ્યાં તેમનું મોત નીપજ્યું. 55 વર્ષના ડ્રાયવર રમેશભાઈ કલોલ તાલુકાના પાનસર ગામના વતની હતા.

READ ALSO

Related posts

IPL 2020: રાજસ્થાન સામે ધોનીની CSKએ વાળ્યો ધબડકો, હવે પ્લેઑફની રાહ પણ મુશ્કેલ

Bansari

સરકાર માટે હાથના કર્યાં હૈયે વાગ્યા જેવો ઘાટ, કોલેજોના સંચાલકોને પણ ફી ઘટાડા મુદ્દે મનાવવા પડે તેવી સ્થિતિ

pratik shah

ખામીયુક્ત એન્જિનને કારણે હ્યુન્ડાઈ-કિઆ મોટર્સને અધધ રૂ. 212 અબજનું નુકસાન : 17 લાખ કાર પાછી ખેંચી

Bansari
Do NOT follow this link or you will be banned from the site!