GSTV
Home » News » મહિલા સોના-ચાંદીના ઘરેણા ભરેલો થેલો બસમાં ભૂલી ગઇ, ડ્રાઇવ-કંડક્ટરે ૫રત કર્યો

મહિલા સોના-ચાંદીના ઘરેણા ભરેલો થેલો બસમાં ભૂલી ગઇ, ડ્રાઇવ-કંડક્ટરે ૫રત કર્યો

ડીસા એસટી ડેપોના કંડક્ટર અને ડ્રાઇવરે દાગીના ભરેલો થેલો મુસાફરને પરત કરી ઇમાનદારીનું ઉદાહરણ પુરૂ પાડ્યું છે. ડીસા ડેપોની પાલનપુરથી ભુજ જતી બસમાં આડેસરના અનવરભાઇ હિંગરોજા તેમના પરિવાર સાથે ભચાઉ જવા નીકળ્યા હતા. તે દરમ્યાન અનવરભાઇના પરિવારની મહિલાઓ પોતાની પાસે રહેલા સોના-ચાંદીના દાગીના ભરેલો થેલો ભૂલી જઇ બસમાંથી ભચાઉ ઉતરી ગયા હતા. બસમાં કોઈ મુસાફરનો થેલો રહી ગયો હોવાની જાણ બસના કંડકટર અમરાતભાઈ દેસાઈ તેમજ ડ્રાઇવર બળવંતસિંહ રાજપૂતે ડીસા ડેપોને જાણ કરી હતી. આ દરમિયાન અનવરભાઈએ પણ પોતાનો થેલો બસમાં રહી ગયો હોવાની જાણ કરી હતી. આથી અનવરભાઈને ડીસા ડેપો ખાતે બોલાવી તેમને દાગીના ભરેલો થેલો પરત કર્યો હતો. આથી અનવરભાઇના પરિવારે ઇમાનદારીનું ઉદાહરણ પુરૂ પાડનાર કંડક્ટર અને ડ્રાઇવરનું મોઢું મીઠું કરાવ્યું હતું.

 

Related posts

છેલ્લાં કેટલાંક સમયથી વ્હોટસએપ છે ખૂબ ચર્ચામાં, દેશમાં 121 યુઝર્સ જાસૂસીની આ પ્રક્રિયાથી પ્રભાવિત

pratik shah

રાજ્યમાં મગફળીની પુન: ખરીદ પ્રક્રિયા શરૂ કરાઈ, 26 જિલ્લાના 105 તાલુકામાંથી ખેડૂતોએ ટેકાના ભાવે કર્યું વેચાણ

pratik shah

ગાંધીનગરમાં સીએમ ડે.સીએમની અધ્યક્ષતામાં કેબીનેટની બેઠક, પાક નુક્સાનના સર્વેનો રિપોર્ટ કરાયો રજૂ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!