GSTV
Gujarat Government Advertisement

એસ.ટી.ના ડ્રાઈવર-કંડક્ટર સાથે સરકારની મજાક, એલાઉન્સના આંક જાણશો તો કહેશો કે ના આપે તો સારું

Last Updated on March 14, 2020 by Mayur

એસ.ટી. નિગમ દ્વારા કર્મચારીઓને લાઈન નાઈટ અને અન્ય ભથ્થાઓ આપવામાં હાંસી ઉડાવવામાં આવી રહી હોય તેવા નજીવા રૂપિયા ચુકવી હાથ ખંખેરી લેવામાં આવી રહ્યા છે. આજે મોંઘવારી કુદકેને ભુસકે વધી રહી છે. તેવામાં છેલ્લા ૧૫ વર્ષથી એલાઉન્સમાં સુધારો કરવાને બ્રેક મારી દેવાઈ છે. જેના કારણે કર્મચારીઓમાં રોષની લાગણી પ્રવર્તી રહી છે.

બહેરા કાને વાત પહોંચતી નથી

એસ.ટી.ના કર્મચારીઓને નિચવી લેવાની નીતિ સામે અવાર-નવાર રોષ ઠાલવી રહ્યા છે. એસ.ટી.ના માન્ય સંગઠનો દ્વારા પણ આ મામલે ઉચ્ચસ્તરે રજૂઆતો થાય છે. તેમ છતાં એસ.ટી. નિગમના સત્તાધિશોના બહેરા કાને વાત પહોંચતી નથી. હાલની મોંઘવારીમાં એસ.ટી.ના ડ્રાઈવર-કંડક્ટર સહિતના કર્મચારીઓનું પગાર ધોરણ નીચું છે. ત્યારે તેમને અસરકર્તા એલાઉન્સમાં પણ અન્યાયકારી વલણ અપનાવવામાં આવી રહ્યું છે. હાલ એસ.ટી.ના ડ્રાઈવર કંડક્ટરને લાઈન નાઈટના માત્ર રૂા.૧૦, પાર્સલના ૬૨ પૈસા, ૧૦૦ કિ.મી. સુધી રૂા.૬.૨૫, ૨૦૦ કિ.મી. સુધી રૂા.૧૧.૨૫ અને ૫૦૦ કિ.મી. સુધી રૂા.૩૮.૭૫ ચુકવવામાં આવે છે.

વર્ષે માત્ર ૯૦ રૂપિયા જ

આ ઉપરાંત પોસ્ટના માત્ર રૂા.૩.૭૫ પૈસા તો લોન્ડ્રીના મહિને ૨૫ રૂપિયા ભથ્થુ અપાઈ છે. વળી, એક જોડી કપડાની સિલાઈના સામાન્ય રીતે રૂ.૪૦૦ થી ૬૦૦ લેવામાં આવે છે. તેની સામે એસ.ટી.ના કર્મચારીઓને ત્રણ મહિને ૩૦ લેખે વર્ષે માત્ર ૯૦ રૂપિયા જ ચુકવવામાં આવે છે. જે મજાક સમાન છે. ત્યારે એસ.ટી. નિગમ દ્વારા ભથ્થાના દર/સુધારા સુચવવા સેટલમેન્ટ પાર્ટ-રની બેઠક બોલાવી ચર્ચા-વિચારણા કરી નવા સુચવેલ સુધારાનું અમલીકરણ થવું જરૂરી બન્યું છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

ખાનગી સ્કૂલોના દા’ડા ભરાઈ રહ્યા: સરકારી સ્કૂલો તરફ વળી રહ્યા છે વાલીઓ, નેતાઓએ ભલામણ માટે લાઈનો લગાવી

Pravin Makwana

મોટી રાહત: GTUના તમામ PG-Ph.D કોર્સમાં હવેથી ટકાવારી મુજબ સ્કોલરશિપ અપાશે

Pravin Makwana

વિદ્યાર્થીઓ માટે જાણવા જેવું: સરકાર વિદ્યાર્થીઓને પાસ તો કરશે, પણ માર્કશિટમાં પાછળના ભાગે આવું લખાયેલું આવશે

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!