GSTV
World

Cases
5058620
Active
6847690
Recoverd
560141
Death
INDIA

Cases
283407
Active
515386
Recoverd
22123
Death

ST નો વાહન વ્યવહાર ખોરવાયો : બસ કપાતા અનેક મુસાફરો રઝળ્યા…

પદ્માવત ફિલ્મ રિલીઝના વિરુદ્ધમાં અપાયેલા બંધ દરમિયાન તોડફોડની ઘટના ન બને તે માટે એસટી તંત્ર એલર્ટ જોવા મળ્યુ હતુ. અને ઉત્તર ગુજરાતની એસટી બસો બંધ જોવા મળી હતી. જેથી અમદાવાદના રાણીપ જેવા વ્યસ્ત બસસ્ટેન્ડ પર મુસાફરોની પાંખી હાજરી જોવા મળી હતી. અને બસ સ્ટેન્ડ પર એસટી બસોનો ખડકલો જોવા મળ્યો હતો. બસ સ્ટેન્ડ પર સઘન પોલીસ બંદોબસ્ત પણ જોવા મળ્યો છે. બસની માત્રા ઘટાડી દેવામાં આવતા મુસાફરો  મજબૂરીમાં ખાનગી વાહનોમાં મુસાફરી કરવા મજબૂર બન્યા હતા.

સુરતમાં ફિલ્મના પદ્માવતના વિરોધને કારણે એસટી સેવા પર અસર થઈ. સુરતથી અમદાવાદની એસટી સેવા ચાલુ પરંતુ સુરતથી કચ્છ-ભુજ જતી બસો રદ થતા મુસાફરો અટવાયા હતા. વહેલી સવારથી મુસાફરો એસટી ડેપો પર પૂછપરછ કરતા જોવા મળ્યા હતા. એસટી વિભાગે અગમચેતીના ભાગરૂપે મહેસાણા, ભાવનગર જતી બસોને અટકાવી દેતા મુસાફરોને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. સુરતથી કચ્છ-ભુજ જતી એસટી સેવાઓ સ્થગિત કરાતાં મુસાફરો અટવાઈ પડ્યા હતા. કેટલાક મુસાફરો પોતાની કન્ફર્મ ટીકીટ લઈ કચ્છ-ભુજ જવા માટે એસટી ડેપો પર આવ્યા હતા. પરંતુ અહીં તેમને બસો રદ થઈ હોવાની જાણ થઈ હતી. ફિલ્મના પદ્માવતના કારણે પડી રહેલી હાલાકી સામે મુસાફરોમાં રોષ જોવા મળ્યો.

અરવલ્લી જિલ્લામાં બંધને કારણે એસટી બસના વ્યવહારને અસર થઈ હતી. એસટી બસો બંધ થતા મોડાસા-બાયડ ડેપોમાં મુસાફરો અટવાયા હતા. સુરક્ષાના કારણે તમામ બસ સેવા બંધ કરાઇ હતી.

Related posts

મનની મનમાં રહી જશે: કોંગ્રેસના આ ધારાસભ્યે એવું કહી દીધું કે, સચિન પાયલોટને છોડો, હવે સિંધિયાને પણ ઊંઘ નહીં આવે

Pravin Makwana

છેલ્લા પાંચ દાયકાથી બોલિવૂડ અને દર્શકોના દિલો ઉપર રાજ કરે છે શહેનશાહ, આ ફિલ્મોમાં જોવા મળશે અભિનય

Mansi Patel

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ગાંધીનગર લોકસભામાં આવતા આ 5 ગામોને લીધા દત્તક

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!