GSTV

સુશાંતની બિલ્ડિંગના કેમેરા કામ કરી રહ્યા હતા, ટૂંક સમયમાં માહિતી જાહેર થશે?

સુશાંતસિંહ રાજપૂત મોતના કિસ્સામાં દરરોજ નવો વળાંક સામે આવી રહ્યો છે. જોકે આ મામલાની તપાસ સીબીઆઈને સોપવામાં આવ્યા બાદ અભિનેતાના કરોડો ફેન્સ અને તેના પરિવારમાં આશાનું એક કિરણ જાગ્યું છે. સુશાંતની બિલ્ડીંગના સીસીટીવી કેમેરાની વાત કરીએ તો મેક્સિમા સીસીટીવીના આઇ. પાટિલે પુષ્ટિ આપી છે કે સુશાંતના મકાનના કમ્પાઉન્ડમાં રહેલો કેમેરા કામ કરતા હતા.

જોકે સીસીટીવીમાં શું જોવા મળ્યું છે તે અંગે તેમણે કોઈ પણ પ્રતિક્રિયા આપવાનો ઇનકાર કર્યો છે. તેમણે કહ્યું કે આ સીસીટીવીને હાઉસિંગ સોસાયટી મેનેજ કરી રહી હતી. તેમણે વધુમાં કહ્યું કે તેમને આ કેમેરાની ફૂટેજ વિષે કોઈ જ પ્રકારની જાણકારી નથી જયારે પણ જરૂર પડશે ત્યારે પોલીસ તે ફૂટેજને એકત્રિત કરી લેશે. જોકે એમ કહેવામાં આવી રહ્યું હતું કે આ ઘટનાના દિવસે સુશાંતનો સીસીટીવી કેમેરા બંધ હતો.

તાજેતરમાં સુશાંતના મામલામાં નવો વળાંક ત્યારે આવ્યો જયારે બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે કેન્દ્ર સરકારને સીબીઆઈ તપાસ કરવાની વિનંતી કરી હતી અને તેના બીજે જ દિવસે કેન્દ્ર સરકારે આ વિનંતીને મંજૂર કરી હતી અને આ મામલે સીબીઆઈને તપાસ કરવાનો આદેશ આપી દીધો હતો. સુશાંતના પરિવાર અને તેની ભૂતપૂર્વ ગર્લફ્રેન્ડ અંકિતા લોખંડે સહિત સુશાંતના કરોડો ફેન્સે પણ આ નિર્ણયને આવકાર્યો છે.

READ ALSO

Related posts

કોરોનાની એમ્બ્યુલન્સ જોઈ પોઝિટીવ દર્દીએ એવું કર્યું કે પોલીસ દોડતી થઈ ગઈ, 25 જણાનો કરાયો હતો ટેસ્ટ

Bansari

જાહેરક્ષેત્રની 12 બેન્કોના 19,964 કરોડ રૂપિયા માત્ર 3 મહિનામાં ડૂબ્યા : રાખજો સાવધાની, આ બેન્ક નંબર વન

Bansari

ગંગા જળ હરાવશે કોરોનાને: અઠવાડીયામાં શરૂ થશે ટ્રાયલ, ગંગાજળમાં સ્નાન કરનારા લોકોથી કોરોના રહે છે દૂર

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!