GSTV

સુશાંતસિંહ રાજપૂતની આત્મહત્યા નહીં હત્યા, ભાજપના સાંસદે નવી થિયરી રજૂ કરી

બોલિવૂડના પ્રતિભાવાન અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે આ વર્ષના જૂનની 14મીએ પોતાના વાંદરા ખાતેના નિવાસસ્થાને આત્મહત્યા કરી નહોતી પરંતુ તેની હત્યા થઇ હતી એવો ધડાકો સદા વિવાદાસ્પદ વિધાનો કરવા પંકાયેલા ભાજપના સાંસદ સુબ્રહ્મણ્યમ સ્વામીએ કર્યો હતો. મુંબઇ પોલીસ સુશાંતે આત્મહત્યા કરી હતી એવી થિયરી પર તપાસ કરી રહી હતી. બીજી બાજુ સુશાંતના પિતાએે બિહારના પટણા શહેરમાં સુશાંતની ગર્લ ફ્રેન્ડ મનાતી અભિનેત્રી રિયા ચર્કવર્તીને સુશાંતના કમોત માટે જવાબદાર ગણાવતી પોલીસ ફરિયાદ કરી હતી.

હવે સુબ્રહ્મણ્યમ સ્વામીએ એવી ટ્વીટ કરી હતી કે સુશાંતે આત્મહત્યા કરી જ નહોતી. મુંબઇ પોલીસના 80 ટકા સ્ટાફની ઇચ્છા આ કેસ સીબીઆઇને સોંપાય એવી છે કારણ કે આ હાઇ પ્રોફાઇલ સ્ટીમીંગ કેસને પોલીસ ઓવરલોડ કરી રહી હતી.

સ્વામીએ પોતાની ટ્વીટ સાથે એક બે નહીં, 26 મુદ્દા ટાંક્યા હતા જે એવું સૂચવતા હોય કે આ આત્મહત્યાનો નહીં પણ હત્યાનો કેસ હતો. દાખલા તરીકે સ્વામીએ  લખ્યું છે કે સુશાંતનો મૃતદેહ જે સ્થિતિમાં મળ્યો એેના પરથી પણ સમજાય છે કે આ આત્મહત્યા નહોતી. એની ગરદન પર પોતે ફાંસીએ લટક્યો હોય એવાં નિશાન નહોતા. એની જીભ મોંની અંદર હતી. સામાન્ય રીતે ફાંસો લેનારની જીભ મોઢામાંથી બહાર નીકળી જતી હોય છે.

સ્વામીએ વધુમાં લખ્યું કે જે દિવસે એનો મૃતદેહ મળ્યો એ દિવસે સવારે સુશાંત વિડિયો ગેમ રમી રહ્યો હતો. ગંભીર ડિપ્રેશનમાં સરકી ગયેલી વ્યક્તિ આ રીતે વિડિયો ગેમ રમે નહીં. આ અંગે નિષ્ણાત મનોચિકિત્સકોનો અભિપ્રાય લઇ શકાય છે. સ્વામીએ આવા બીજા ઘણા મુદ્દા પોતાની ટ્વીટમાં ટાંકીને માયાવતીની જેમ સીબીઆઇને આ કેસ સોંપી દેવો જોઇએ એવો અભિપ્રાય ભારપૂર્વક વ્યક્ત કર્યો હતો.

READ ALSO

Related posts

પાકિસ્તાનનાં પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફે કારગીલ યુધ્ધને લઇને કરેલા દાવાથી મચ્યો હડકંપ

Nilesh Jethva

દેશભરમાં કોરોનાના આતંક વચ્ચે દશેરા નિમિતે રાવણના પૂતળાનું દહન કરવામાં આવ્યું

Nilesh Jethva

શિયાળામાં હવે નહીં થાય હોઠ ફાટવાની તકલીફ, બસ આટલી બાબતોનું રાખો ખાસ ધ્યાન

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!