GSTV

સુશાંતના કેસમાં હવે CBI કામ કરશે, જાણીએ કેવી રીતે એજન્સી કામ કરે છે અને તેમના પાવર કેટલા છે

બોલિવૂડ એક્ટર સુશાંતે 14મી જૂને આત્મહત્યા કરી લીધી ત્યાર બાદ દરરોજ નવી વાતો, આરોપો સામે આવી રહ્યા છે ત્યારે તેના કેસમાં આત્મ હત્યા છે કે મર્ડર તે માટે CBI ની તપાસની પણ સતત માગણી થઈ રહી હતી. તેના પિતા કે કે સિંહે પણ આ અંગે માગણી કરી હતી. બિહાર સરકારની વિનંતી બાદ કેન્દ્ર સરકારે CBIની તપાસને મંજૂરી આપી દીધી છે. આવો જાણીએ આખરે CBI કેવી રીતે કામગીરી કરતી હોય છે.

CBI ની રચના 1963માં થઈ હતી. આ એજન્સી રાષ્ટ્રીય અને આંતરષ્ટ્રીય લેવલ પર થતાં ગુનાઓ જેવી કે હત્યા, ગોટાળા, ભ્રષ્ટાચારના મામલામાં દેશના હિતમાં ભારત સરકાર વતી તપાસ કરતી હોય છે.

સીબીઆઈની રચના થઈ ત્યારે તેને વિવિધ વિભાગોમાં વહેંચી દેવામાં આવી હતી જેવા કે એન્ટિ કરપ્શન, ઇકોનોમિક્સ ગુના વિભાગ, સ્પેશિયલ ક્રાઇમ ડિવિઝન, વહીવટી વિભાગ, ડાયરેક્ટરેટ ઓફ પ્રોસિક્યુશન અને સેન્ટ્રલ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી.

કેવી રીતે તપાસ થાય છે?

એન્ટી કરપ્શન ડિવઝન

કેન્દ્રના સરકાર કર્મચારી,  પબ્લિક સાધનો, આર્થિક સંસ્થાનો સાથે સંકળાયેલી ભ્રષ્ટાચાર અને છેતરપિંડીની બાબતોની તપાસ.

ઇકોનોમિક ઓફેન્સ ડિવીઝન

બેંક છેતરપિંડી, આર્થિક ગોટાળા, ઇમ્પોર્ટ-એક્સપોર્ટ અને વિદેશી હુંડિયામણ, નાર્કોટિક્સ, પુરાતન ચીજો અને સાંસ્કૃતિક સંપતિની ચોરી અને પ્રતિબંધિત ચીજોની દાણચોરી.

સ્પેશિયલ ક્રાઇમ બ્રાંચ

આતંકવાદ, બોમ્બ બ્લાસ્ટ, સંવેદનશીલ માનવ હત્યા, અપહરણ, માફિયા, અંડર વર્લ્ડ વગેરે ગુનાઓની તપાસ. CBI  દ્વારા થતી તમામ તપાસની સુનાવણી CBI  કોર્ટમાં થાય છે.

READ ALSO

Related posts

IPL 2020: રોહિત શર્મા અને જસપ્રિત બુમરાહ સામે કોલકાતા નાઇટ રાઇડર્સ લાચાર, મેચ નિરસ

Bansari

હજીરા/ જિલ્લા કલેક્ટરનું આવ્યું નિવેદન, વિસ્ફોટને લીધે દુર સુધી થયું કંપન

pratik shah

કોરોના/ સરકારી આંકડાઓને સાચા માનીને બિન્ધાસ્ત ફરતાં હોવ તો વાંચી લેજો, આ એક જ શહેરમાં 1322ના થયા છે મોત

Bansari
Do NOT follow this link or you will be banned from the site!