GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

વડોદરાની આ કોવિડ હોસ્પિટલમાં દારૂની પોટલીઓ મળી આવતાં ચકચાર

વડોદરાની એસ.એસ.જી કોવિડ હોસ્પિટલના પહેલા માળેથી દારૂની પોટલીઓ મળી આવતાં તંત્રની વધુ એક બેદરકારી છતી થઈ. આ ઉપરાંત સ્ટોર રૂમના શૌચાલયમાંથી પાણી લીકેજ થતા આખો સ્ટોર રૂમ પાણી પાણી થઈ ગયો હતો. આ પાણી આઈસીયુ -2નાં દરવાજા સુધી પહોંચ્યું હતું. કોવિડ હોસ્પિટલના પહેલા માળે આઈ.સી.યુ.બેની સામે સ્ટોર રૂમ આવેલો છે.જ્યાં બાયો મેડિકલ વેસ્ટ મુકવામાં આવે છે. આ વેસ્ટની થેલીઓમાંથી આજે પોલીસે દેશી દારૂની થેલીઓ ઝડપી પાડી હતી. મહત્વનું છે કે સયાજી હોસ્પિટલમાં છેલ્લા કેટલાક સમયથી ગંભીર બેદરકારી સામે આવી રહી છે. જેના પૂર્વ અધિક્ષક ડૉ.રાજીવ દેવેશ્વરની તાત્કાલિક બદલી કરવામાં આવી હતી. ત્યારબાદ નવા ઈન્ચાર્જ અધિક્ષક ડૉ.રંજન ઐયરને ચાર્જ સોપવામાં આવ્યો હતો.

આ દારૂ કોણ પીવે છે ? અને ક્યાંથી લાવવામાં આવે છે ? તે સૌથી મહત્વનો પ્રશ્ન ઉભો થયો હતો. અગાઉ સુપ્રિટેન્ડન્ટની સરપ્રાઈઝ વિઝીટમાં આ વિભાગની પાછળથી જ દારૂની ખાલી બોટલો મળી આવી હતી. જ્યારે બીજી તરફ સ્ટોર રૂમના શૌચાલયમાં પાણી લીકેજ હોવાને કારણે આખો સ્ટોર રૂમ પાણી પાણી થઈ ગયો હતો. આ પણી રેલાઈને છે કે આઈ.સી.યુ 2ના દરવાજા સુધી પહોંચ્યું ત્યારે તંત્રની આંખ ઉઘડી હતી અને તાત્કાલિક ધોરણે સફાઈ કરવામાં આવી હતી. અત્રે, ઉલ્લેખનિય છે કે આવા ગંભીર પ્રકારના પ્રશ્નો પર હોસ્પિટલના સત્તાધિશો દ્વારા વારંવાર ઢાંકપિછોડો કરવામાં આવે છે, ત્યારે આ ઘટનાની શુ કાર્યવાહી કરાશે તેની હવે રાહ જોવાઈ રહી છે.

READ ALSO

Related posts

કોરોના રોજ બનાવી રહ્યો છે નવો રેકોર્ડ: આજે વિશ્વમાં સૌથી વધારે કેસ ભારતમાં, 63 હજાર લોકોને લાગ્યો ચેપ

Ankita Trada

જ્હાનવી કપૂરને એક્ટિંગ શીખવાની સલાહ અપાઈ, મિલાપ ઝવેરીએ આપ્યો આ જડબાતોડ જવાબ

Karan

મહારાષ્ટ્રમાં ફરી એક વખત રાજકીય ઘમાસાણ: NCPના 12 ધારાસભ્યો જોડાઈ રહ્યાં છે BJPમાં, નવાબ મલિકે કર્યો આ ખુલાસો

Karan
Do NOT follow this link or you will be banned from the site!