GSTV

સ્ટાફ સિલેક્શન પરીક્ષા/ કોન્સ્ટેબલ પરીક્ષા માટે ચેક કરી લો આપનું સ્ટેટસ, 25271 પદ પર થવાની છે ભરતી, આ તારીખે લેવાશે પરીક્ષા

Last Updated on October 21, 2021 by Pravin Makwana

જો આપે પણ સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા અલગ અલગ દળોમાં કોન્સ્ટેબલ અને આસામ રાઈફલ્સમાં રાઈફલમેનના કુલ 25271 પદ માટે અરજી કરી છે. તો આપના માટે આ મહત્વપૂર્ણ અપડેટ આવી છે. આયોગે કોન્સ્ટેબલ પરીક્ષા માટે એપ્લીકેશન સ્ટેટસ જાહેર કરી દીધું છે. એસએસીએ સૌથી પહેલા સેન્ટ્રલ રીઝન માટે એપ્લીકેશન સ્ટેટસ જાણી શકશે. એપ્લીકેશન સ્ટેટ દ્વારા પરીક્ષા માટે અરજી કરી ચુકેલા ઉમેદવાર જાણી શકશે કે, તેમની અરજી આયોગ દ્વારા એક્સ્પેક્ટ કરવામાં આવી છે કે રિજેક્ટ.

આપને જણાવી દઈએ કે, કેન્દ્રીય સશસ્ત્ર પોલસ દળ, રાષ્ટ્રીય તપાસ એજન્સી, સચિવાલય સુરક્ષા,માં કોન્સ્ટેબલ અને આસામ રાઈફલ્સમાં રાઈફલમેન ભરતી પરીક્ષા 2021 માટે અરજી પ્રક્રિયા 17 જૂલાઈથી 31 ઓગસ્ટ 2021 સુધી ચાલી હતી.

આવી રીતે ચેક કરો એપ્લીકેશન સ્ટેટસ

ઉમેદવારોને એસએસસી જીડી કોન્સ્ટેબલ એપ્લીકેશન સ્ટેટસ ચેક કરવા માટે આપના સંબંધિત રિઝન માટે સ્ટાફ સિલેક્શન કમિશનની સત્તાવાર વેબસાઈટ પર વિજીટ કરવાનું રહેશે. ત્યાર બાદ હોમ પેજ પર લેટેસ્ટ અપડેટ અથવા ન્યૂઝ સેક્શનમાં એપ્લીકેશન સ્ટેટસ ચેક કરવાની લિંક પર ક્લિક કરવાનું રહેશે. બાદમાં નવા પેજ પર ઉમેદવારે પોતાનું રજીસ્ટ્રેશન આઈડી, જન્મ તારીખ અને અરજી સમયે પસંદ કરેલા પરીક્ષા શહેરનો પહેલા વિકલ્પ પસંદ કરવાનો રહેશે. ત્યાર બાદ સબમિટ કરવાનું રહેશે. આમ આવી રીતે ઉમેદવાર પોતાનું સ્ટેટસ જાણી શકશે.

16 નવેમ્બરથી યોજાશે પરીક્ષા

આ અગાઉ સ્ટાફ સિલેક્શન કમિશાને આ વર્ષે નવેમ્બર અને ડિસેમ્બરમાં આયોજિત થનારી અલગ અલગ પરીક્ષા/ સ્કિલ ટેસ્ટનું શિડ્યૂલ જાહેર કર્યું હતું. આ પરીક્ષા કાર્યક્રમ અનુસાર એસએસસી જીડી કોન્સ્ટેબલ પરીક્ષા 2021નું આયોજન 16 નવેમ્બરથી 15 ડિસેમ્બર 2021 સુધી કરવામાં આવશે. પરીક્ષા ઓનલાઈન સીબીટી મોડાં આયોજીત કરવામાં આવશે. પરીક્ષામાં હાજર રહેનારા ઉમેદવારને એડમિટ ટૂંક સમયમાં જ કમિશાન દ્વારા આપવામાં આવશે.

READ ALSO

Related posts

ભ્રષ્ટાચાર / નીતિનિયમોને નેવે મૂકી વિકાસ કામો કર્યાનો આક્ષેપ, સરકારી યોજનાઓમાં થઈ રહી છે મોટાપાયે ગેરરીતી

GSTV Web Desk

Health Tips / કોવિડ-19માંથી સાજા થયા પછી ન કરો આ મોટી ભૂલ, નબળાઈ અને થાક નહીં છોડે પીછો

Vishvesh Dave

શેરબજાર માટે નોન ઇવેન્ટ પૂરવાર થશે બજેટ! સરકાર આ ક્ષેત્રો પર કરશે ધ્યાન કેન્દ્રિત

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!