GSTV
Gujarat Government Advertisement

SSB Recruitment: ધોરણ-10 પાસ છોકરીઓ માટે સરકારી નોકરીની સોનેરી તક, 69 હજાર મળશે પગાર, અરજી માટે બચ્યા છે ગણતરીના દિવસો

ssb

Last Updated on September 4, 2020 by pratik shah

SSB 10th pass sarkari naukri: સશસ્ત્ર સીમા બળમાં ધોરણ-10 પાસ છોડકા-છોકરીઓને નોકરી મેળવવાની સોનેરી તક છે. ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત કોઇ માન્યતા પ્રાપ્ત બોર્ડમાંથી મેટ્રિકુલેશન અથવા તેની સમકક્ષ હોવુ જરૂરી છે. પરંતુ સાથે જ તેમણે PET (Physical Efficiency Test) પણ પાસ કરવાની છે, જાણો શું છે આ ટેસ્ટના માપદંડ, કેવી રીતે કરશો અરજી, કેવી રીતે કરશો તૈયારી, આ તમામ સવાલના જવાબ છે અહી…

જો પીટીઇ ટેસ્ટની વાત કરીએ તો કોન્સ્ટેબલ પોસ્ટ માટે દોડનો ક્રાઇટેરિયા રાખવામાં આવ્યો છે. તેમાં પુરુષ ઉમેદવારોએ 24 મિનિટમાં 4.8 કિમી દોડ પાસ કરવાની છે. સાથે જ મહિલા ઉમેદવારો માટે આ દોડ 2.4 કિમીની છે જેને તેમણે 18 મિનિટમાં પાસ કરવાની છે.

જણાવી દઇએ કે પીટીઇ ટેસ્ટમાં એક્સ સર્વિસમેનને બહાર રાખવામાં આવ્યા છે. પરંતુ તેમણે રીક્રૂટમેન્ટની બીજી ટેસ્ટ પાસ કરવાની છે. તેમાં પીએસટી એટલે કે ફિઝિકવ સ્ટાન્ડર્ડ ટેસ્ટ સામેલ છે. આ ઉપરાંત લેખિત પરીક્ષા, સ્કીલ ટેસ્ટ અને મેડિકલ એક્ઝામિનેશન પણ આપવાનું છે. જણાવી દઇએ કે પીટીઇ પાસ કર્યા બાદ પીએસટી ટેસ્ટ આપવાની છે. તેમાં હાઇટ અને ચેસ્ટ વગેરેનો માપ સામેલ હોય છે.

SSBની આ રીતે થશે કોમન એન્ટ્રેંસ ટેસ્ટ

જે ઉમેદવાર પીએસટી પાસ કરશે તેમણે લેખિત પરીક્ષા આપવાની રહેશે. આ એક કોમન એન્ટ્રેંસ પરીક્ષા હશે જે બે કલાકની હશે. તેમાં 100 માર્કના ઓબ્જેક્ટિવ ટાઇપ સવાલ પૂછવામાં આવશે. પાસ થવા માટે સામાન્ય અને એક્સ સર્વિસમેનને મિનિમમ ક્વોલિફાઇંગ નંબર 50 પર્સેંટ અને એસસી એસટી કેટેગરીને 45 પર્સેંટ લાવવા પડશે.

આ વિષયો પર પૂછાશે સવાલ

ઉમેદવારોએ જો પરીક્ષામાં પાસ થવુ હોય તો તેમણે જનરલ નોલેજ એટલે કે સામાન્ય જ્ઞાન, ગણિત, રીઝનિંગની તૈયારી કરવી જોઇએ. આ ઉપરાંત જનરલ હિંદી અને જનરલ ઇંગ્લીશના પણ સવાલ પૂછવામાં આવશે. તેની તૈયારી માટે ઉમેદવારો પુસ્તકોનો સહારો લઇ શકે છે.

જણાવી દઇએ કે SSBએ કોન્સ્ટેબલના પદો પર બંપર વેકેન્સી બહાર પાડી છે. તેના પર 1500થી વધુ ઉમેદવારોની ભરતી થશે. આ પદો પર 29 ઓગસ્ટથી અરજી પ્રક્રિયાનો પ્રારંભ થશે. ઇચ્છુક ઉમેદવાર એસએસબીની વેબસાઇટ ssb.nic.in પર જઇને ઓનલાઇન અરજીની પ્રક્રિયા પૂરી કરી શકે છે.

ઓનલાઇન અરજી કરવાની અંતિમ તારીખ 27 સપ્ટેમ્બર 2020 છે. ઉપરોક્ત પદો પર અરજી કરવા માટે વર્ગ અનુસાર ઉમેદવારો માટે ફી નક્કી કરવામાં આવી છે. જેમાં સામાન્ય, ઓબીસી, ઇડબલ્યુ વર્ગના 100 રૂપિયા જ્યારે એસસી, એસટી, મહિલા વર્ગ માટે કોઇ ફી નથી. ફીની ચુકવણી ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, નેટ બેન્કિંગ અથવા ઇ-ચાલાનના માધ્યમથી કરી શકાય છે.

આ હશે પગાર

આ પદો પર સિલેક્ટ થયેલા ઉમેદવારોને વેતન તરીકે 21700થી 69100 રૂપિયા આપવાની જોગવાઇ છે. અરજી કરવા માટે ઉમેદવાર ઓફિશિયલ વેબસાઇટ પર જઇને અને આપવામાં આવેલા નિર્દેશો અનુસાર ઓનલાઇન અરજી કરી શકે છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

જો તમે વર્ક ફ્રોમ હોમ દરમિયાન તણાવ અનુભવો છો તો અજમાવો આ પદ્ધતિઓ

Vishvesh Dave

ખૂબ જ ટૂંક સમયમાં બદલાશે તમારી વોટ્સએપ ચેટની ડિઝાઇન, એપ્લિકેશનમાં કરવામાં આવી રહ્યા છે ફેરફાર

Vishvesh Dave

આ બેંકે 50 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે રજૂ કર્યો વિશેષ એફડી પ્લાન, મળશે આ મોટા ફાયદાઓ

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!