GSTV

સરકારી નોકરી / હેડ કોન્સ્ટેબલના પદો પર ભરતી: 12મા પાસ પાસે સુવર્ણ તક, અહીં કરો અરજી

Last Updated on July 27, 2021 by Zainul Ansari

સશસ્ત્ર સીમા બલ (Sashastra Seema Bal, SSB)એ હેડ કોન્સ્ટેબલના પદો પર ભરતી માટે અરજી મંગાવી છે. હેડ કોન્સ્ટેબલ (મંત્રિસ્તરીય) ગ્રુપ સી નોન-ગેજેટેડ મિનિસ્ટ્રિયલ (લડાકૂ) ભરતી 2021 માટે જારી નોટિફિકેશન મુજબ 22 ઓગસ્ટ સુધી તેના માટે ઓનલાઇન અરજી કરી શકાય છે. યોગ્ય અને ઇચ્છુક ઉમેદવાર સત્તાવાર વેબસાઇટ ssbrectt.gov.in પર ઓનલાઇન અરજી કરી શકે છે.

મહત્વપૂર્ણ તારીખ

  • ઓનલાઇન અરજીની શરૂઆતની તારીખ – 24 જુલાઈ 2021
  • ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ – 22 ઓગસ્ટ 2021
  • અરજીની ફી જમા કરવાની છેલ્લી તારીખ – 22 ઓગસ્ટ 2021

અરજી ફી

  • જનરલ, ઓબીસી અને EWS વર્ગ માટે – 100 રૂપિયા
  • એસસી, એસટી અને મહિલા વર્ગ પાસેથી કોઈ ચાર્જ નહીં લેવામાં આવે

ખાલી પદોની વિગત

  • કુલ પદ – 115
  • જનરલ વર્ગ – 47 પદ
  • એસસી વર્ગ – 21 પદ
  • એસટી વર્ગ – 10 પદ
  • ઓબીસી વર્ગ – 26 પદ
  • EWS વર્ગ – 11 પદ

યોગ્યતા અને વય મર્યાદા

કોઈપણ માન્ય બોર્ડમાંથી 12મી (intermediate) કરી ચુકેલા ઉમેદવારો આ ભરતી માટે અરજી કરી શકે છે. ઉપરાંત તેમની પાસે કમ્પ્યુટર પર ઓછામાં ઓછી 35 શબ્દ પ્રતિ મિનિટ અંગ્રેજી ટાઇપિંગ અને 30 શબ્દ પ્રતિ મિનિટ ટાઇપિંગ સ્પીડ હોવી જરૂરી છે.

નોકરી

પગાર ધોરણ

SSB હેટ કોન્સ્ટેબલના પદો પર પસંદગી થયેલા ઉમેદવારોને પગાર તરીકે મેટ્રીલ લેવલ 4ના આધારે 25,500 રૂપિયાથી 81,100 રૂપિયા મહિના દીઠ મળશે.

પસંદગી પ્રક્રિયા

SSB હેડ કોન્સ્ટેબલ ભરતી 2021 માટે ઉમેદવારોની પસંદગી ફિઝિકલ એફિશિઅન્સી ટેસ્ટ (PET), ફિઝિકલ સ્ટાન્ડર્ડ ટેસ્ટ (PST), લિખિત પરીક્ષા અને ટાઇપિંગ ટેસ્ટના આધારે થશે.

Read Also

Related posts

જ્યોતિષ / ગુરુ અને શનિનું એકીસાથે એક જ રાશિમાં આગમન બનાવી દેશે આ રાશિજાતકોને માલામાલ, જાણો તમારી રાશિ છે કે નહિ…?

Zainul Ansari

ગ્લોબલ કોવિડ સમિટમાં વડાપ્રધાન મોદીએ વિશ્વને આપ્યો સંદેશ, ભારતે કોરોના દરમિયાન 150 દેશોની કરી મદદ

Zainul Ansari

Health / દૂધ નહિ પણ આ વસ્તુ છે કેલ્શિયમનો ભંડાર, આજે જ ઉમેરો ભોજનમાં અને મેળવો આશ્ચર્યજનક ફાયદા

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!