GSTV
Home » News » Video: શાહરૂખ ખાન રેલવે સ્ટેશન પર કરી ચુક્યો છે એક એવી હરકત, જાતે જ સ્વીકાર્યુ કે…

Video: શાહરૂખ ખાન રેલવે સ્ટેશન પર કરી ચુક્યો છે એક એવી હરકત, જાતે જ સ્વીકાર્યુ કે…

બોલિવુડના બાદશાહ શાહરૂખ ખાનનો એક વીડિયો હાલમાં ખૂબ ચર્ચામાં છે. જેમાં તેણે જણાવ્યું કે તે રેલવે સ્ટેશન પર ઘણી યુવતીઓ સાથે ફ્લર્ટ કરી ચુક્યો છે. શાહરૂખની આ વાત સાંભળીને દરેક લોકોને એ સવાલ થયો કે આ યુવતીઓ કોણ હશે.

હકીકતે આ વાયરલ વીડિયો બાંદ્રા રેલ્વે સ્ટેશનનો છે જ્યાં શાહરૂખ ખાન પોસ્ટલ સ્ટેમ્પ લોન્ચ કરવા માટે પહોંચ્યો હતો. આ કાર્યક્રમનો વીડિયો વેસ્ટર્ન રેલવેના ઓફિશિયલ એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. જેમાં શાહરૂખ ખાન કહી રહ્યો છે કે ‘હું અહીં આવીને ખૂબ ખુશ છું, કારણ કે હું રેલવે સ્ટેશન પર ઘણી બધી યુવતીઓ સાથે મહોબ્બત કરી છે, ખૂબ પ્રેમ કર્યો છે બસ આ બાંદ્રા સ્ટેશન જ બાકી રહી ગયું હતું. જ્યાં હું આવ્યો ન હતો. તમારો આભાર કે તમે મને અહીં આમંત્રણ આપ્યું.’

આગળ શાહરૂખ ખાન કહે છે, ‘હવે મેં સ્ટેશન જોઈ લીધું છે તો હું કોઈ હિરોઈન સાથે વાત કરીશ, હવે અહીં પણ આવવાનું થતું રહેશે. ’ બાંદ્રા રેલવે સ્ટેશનના 130 વર્ષ પુરા થઈ ચુક્યા છે જેના ઉપલક્ષ્યમાં કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.

તમને જણાવી દેઈએ કે શાહરૂખ ખાન આ વીડિયોમાં પોતાની ઓનસ્ક્રીન મોહબ્બતની વાત કરી રહ્યો છે. શાહરૂખ અત્યાર સુધી ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેન્ગે’, ‘વીર-ઝારા’, ‘દિલ સે’, ‘ચેન્નાઈ એક્સપ્રેસ’ જેવી ઘણી ફિલ્મોમાં ટ્રેન અને સ્ટેશન પર કામ કરી ચુક્યો છે.

વર્ક ફ્રંટની વાત કરવામાં આવે તો શાહરૂખ ખાન છેલ્લી વખત ફિલ્મ ‘ઝીરો’માં જોવા મળ્યો હતો. આ ફિલ્મનું પ્રદર્શન તો સારૂ ન હતું પરંતુ શાહરૂખ ખાનના આ રોલના કારણે તેના ખૂબ વખાણ કરવામાં આવી રહ્યા છે. શાહરૂખ ખાનના પ્રોડક્શનમાં બની રહેલી વેબ સીરીઝ બાર્ડ ઓફ બ્લડ 27 સપ્ટેમ્બરે રિલીઝ થવાની છે.

Read Also

Related posts

Jioએ TRAIને જણાવી PM મોદીની ડિઝિટલ ક્રાંતિની વિરૂદ્ધ

Kaushik Bavishi

સોશ્યલ મિડીયા પર લગાવ્યો ટેક્સ તો ગુસ્સામાં આ દેશનાં લોકો એ કર્યું એવું કે…

pratik shah

હાઉસફુલ 4 ખતરનાક લુકમાં નજરે આવ્યા સ્ટાર રાણા દગ્ગુબાતી, અક્ષયે શેર કર્યું મોશન પોસ્ટર

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!