GSTV
Home » News » B’day Special : શાહરૂખે ફેન્સ અને ફેમિલી સાથે સેલિબ્રેટ કર્યો બર્થ ડે, શૅર કરી ખાસ તસવીર

B’day Special : શાહરૂખે ફેન્સ અને ફેમિલી સાથે સેલિબ્રેટ કર્યો બર્થ ડે, શૅર કરી ખાસ તસવીર

બોલીવુડ સુપસ્ટારશાહરૂખ ખાન આજે 2 નવેમ્બરે પોતાનો 53મો જન્મદિવસ ઉજવી રહ્યાં છે. શાહરૂખે પોતાનાફેન્સને વચન આપ્યું છે કે તે આ સ્પેશિયલ ડે પર પોતાની આગામી ફિલ્મ ઝીરોનું ટ્રેલરલૉન્ચ કરશે. શાહરૂખ પોતાના બર્થ ડે પર સેલિબ્રેશનના મૂડમાં છે અને તેમણે પોતાનાઇન્સ્ટાગ્રામ પર પોતાની પત્ની ગૌરી સાથે એક સ્પેશિયલ તસવીર શેર કરી છે.

શાહરૂખે પોતાના જન્મદિવસની શરૂઆત ઇન્સ્ટાગ્રામ પર આ તસવીર શેર કરવાની સાથે કરી જેમાં તે પોતાની બેસ્ટ હાફ ગૌરીને કેક ખવડાવતાં જોવા મળી રહ્યો છે.

તેમણે આ તસવીર પોસ્ટ કરતાં લખ્યું કે, ‘વાઇફને કેક ખવડાવી…મન્નતની બહાર ફેન્સની ફેમિલી સાથે મુલાકાત કહી…હવે પોતાની લિટલ ગર્લ ગેન્ગ સાથે મોનો ડીલ રમી રહ્યો છું. ખુશીઓથી ભરપૂર પોતાનો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહ્યો છું. આપ સૌના પ્રેમ માટે આપ સૌનો આભાર.’

બર્થ ડે સેલિબ્રેશન દરમિયાન જ ફિલ્મ ઝીરોના ટ્રેલરના ગ્રાન્ડ લૉન્ચની તૈયારી ચાલી રહી છે. આ ફિલ્મમાં શાહરૂખ સાથે કેટરિના કૈફ અને અનુષ્કા શર્મા પણ નજરે પડશે. જેમાં શાહરૂખ એક વહેંતિયાનો રોલ કરી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે શાહરૂખ ખાનની આગામીફિલ્મ ઝીરો રિલિઝ માટે તૈયાર છે. તેના 2 પોસ્ટર રિલિઝ કરવામાં આવ્યાં છે. એકમાંશાહરૂખ ઠીંગણો દર્શાવવામાં આવ્યો છે અને કેટરિના સાથે સોમાન્સ કરી રહ્યો છે તોબીજા પોસ્ટરમાં અનુષ્કા શર્મા સાથે જોવા મળ્યો.

આ ફિલ્મમાં શાહરૂખનો રોલ મુખ્ય આકર્ષણનું કેન્દ્ર છે. તેનો એક સૉન્ગ વીડિયો પણ સામે આવી ચુક્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મનું ટ્રેલરરિલિઝ થાય તેની પહેલાં ઝીરોના 2 પોસ્ટર્સ રીલીઝ કરવામાં આવ્યાં છે.

Read Also



Related posts

કેશોદ : સાબલી નદીમાં ડૂબતા 3 કિશોરના મોત, ત્રણ કલાક ચાલ્યું રેસ્ક્યુ

Nilesh Jethva

આણંદના ઉંદેલ ગામે જૂથ અથડામણમાં બેના મોત, ગામમાં ભારેલા અગ્ની જેવી સ્થિતિ

Nilesh Jethva

ઉપરવાસમાં પાણીની આવક વધતા ઉકાઈડેમના ચાર ગેટ ખોલવામાં આવ્યા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!