GSTV

‘મૂડ મૂડ કે ના દેખ’માં તબ્બુ સાથે જોવા મળશે આયુષ્માન

Last Updated on June 16, 2017 by

બોલિવુડની એક્ટ્રેસ તબ્બુ ફરી એક વખત પોતાની શાનદાર એક્ટિંગ બતાવવા માટે તૈયાર છે. તબ્બૂ હાલમાં બે ફિલ્મોની શૂટિંગમાં બિઝી છે. અજય દેવગનની સાથે ડિરેક્ટર રોહિત શેટ્ટીની ‘ગોલમાલ’ સીરિઝની ફિલ્મમાં બિઝી છે જ્યાં બીજી તરફ શ્રીરામ રાઘવનની ફિલ્મ ‘મુડ-મુડ કે ના દેખ’નું શૂટિંગ કરી રહી છે. આ ફિલ્મમાં તબ્બુની સાથે એક્ટર-સિંગર આયુષ્માન ખુરાના જોવા મળશે.

તબ્બુ અને આયુષ્માન સ્ટારર આ ફિલ્મનું ટાઇટલ વર્ષ 1955માં આવેલી રાજ કપૂરની સુપરહિટ ફિલ્મ ‘શ્રી 420’નું હિટ સોન્ગ ‘મુડ-મુડ કે ના દેખ’ પરથી રાખવામાં આવ્યુ છે. તબ્બુની આ ફિલ્મ વર્ષના અંતે રિલીઝ કરવાની પ્લાનિંગ ચાલી રહી છે પરંતુ હજુ સુધી કઇ ફાઇનલ કરવામાં આવ્યુ નથી. આયુષ્મ-તબ્બુની આ ફ્રેશ જોડી હાલમાં લોનવલા અને પૂનામાં ફિલ્મનું શૂટિંગ કરી રહી છે.

શ્રીરામ રાઘવન ‘બદલાપુર’ ફિલ્મને લગભગ 2 વર્ષ પહેલા લઇને આવ્યા હતા. આયુષ્માન અને તબ્બુ ફિલ્મ ‘મુડ-મુડ કે ના દેખ’માં પહેલી વખત જોવા મળશે. ઉલ્લેખનીય છે કે, તબ્બુ અને આયુષ્માન વચ્ચે 13 વર્ષનો ડિફરન્સ છે. તબ્બુ છેલ્લી વખત ‘ફિતૂર’માં જોવા મળી હતી જ્યારે આયુષ્માન થોડા સમય પહેલા રિલીઝ થયેલી ફિલ્મ ‘મેરી પ્યારી બિંદુ’માં પરણિતી ચોપરા સાથે જોવા મળ્યો હતો.


GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Facebook | Youtube | Twitter

Related posts

અક્ષય કુમાર આગામી ફિલ્મમાં ભગવાન શિવનો રોલ ભજવશે, પહોંચ્યા શુટિંગ માટે

Damini Patel

ભોપાલમાં ‘આશ્રમ 3’ વેબ સિરીઝના શૂટિંગ દરમિયાન હોબાળો, બજરંગ દળના કાર્યકર્તાઓએ વાહનોમાં કરી તોડફોડ

pratik shah

શરમજનક / વેબ સિરીઝ ‘આશ્રમ 3’ની શૂટિંગ દરમિયાન બજરંદ દળનો હોબાળો, વાહનોમાં કરવામાં આવી તોડફોડ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!