કાશ્મીરના ઉરી સેક્ટરમાં સેનાએ ઘુસણખોરીનો પ્રયાસ નિષ્ફળ બનાવીને 5 આતંકીઓને ઠાર માર્યા છે. સેનાએ એલઓસી પર આતંકીઓની હિલચાલ જોઈ હતી. તેમજ તેઓ પર નજર બનાવી રાખી હતી. જો કે ખરાબ હવામાન અચડણરૂપ બનતું હતું.
શુક્રવારે હવામાન સ્વચ્છ થતા જ સેના અને આતંકીઓની અથડામણ થઈ હતી. સેનાએ પાંચેય આતંકીઓને ઠાર માર્યા હતા. તેમજ તેઓની પાસેથી હથિયાર પણ જપ્ત કર્યા છે. છેલ્લા 72 કલાકમાં સેનાએ 12 આતંકીઓને ઠાર માર્યા છે. કુપવાડાના નૌગામ સેક્ટરમાં એલઓસી પાસે ગુરુવારે સેનાના ત્રણ આતંકીઓને ઠાર માર્યા. જેમાં સેનાનો એક જવાન પણ શહીદ થયા. આ અગાઉ માછિલ સેક્ટરમાં ઘુસણખોરી કરવાનો પ્રયાસ કરતા ચાર આતંકીઓને ઠાર મરાયા હતા.

ઉલ્લેખનીય છે કે 26 મેના દિવસે ઉરી સેક્ટરમાં જ સેનાએ પાકિસ્તાન બોર્ડર એકશન ટીમના બે લોકોને ઠાર માર્યા હતા. તેની પાસેના રામપુર સેક્ટરમાં 27 મેના દિવસે સેનાએ 6 આતંકીઓ ઠાર માર્યા હતા. ગત વર્ષે સપ્ટેમ્બરમાં જ આતંકીઓએ ઉરીના સેના કેમ્પ પર હુમલો કર્યો હતો. જેમાં 19 જવાન શહીદ થયા હતા.
જમ્મુ-કાશ્મીરના ગુરેજ સેક્ટરમાં પણ સેનાએ આતંકવાદીઓની ઘુસણખોરી નિષ્ફળ બનાવી. આ ઉપરાંત એલઓસી પાસે એક આતંકી ઠાર માર્યો છે. આતંકીઓ પાસેથી હથિયારો મળી આવ્યા છે. સેનાનું ઓપરેશન યથાવત છે. મહત્વનું છે કે છેલ્લા ચાર દિવસથી સેનાએ ઘુસણખોરીનો આ છઠ્ઠો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો છે. અત્યાર સુધી કુલ 14 આતંકીઓ માર્યા ગયા છે.