GSTV
Home » News » અફઝલ ગુરુ અને મોહમ્મદ મકબુલ ભટ્ટની વરસીએ કાશ્મીર બંધ, સુરક્ષામાં વધારો

અફઝલ ગુરુ અને મોહમ્મદ મકબુલ ભટ્ટની વરસીએ કાશ્મીર બંધ, સુરક્ષામાં વધારો

Army killed 4 terrorists

સંસદ પર હુમલાના દોષીત અફઝલ ગુરુ અને જેકેએલએફના સંસ્થાપક મોહમ્મદ મકબુલ ભટ્ટની ફાંસીની વરસીએ આતંકીઓએ હુમલાનો પ્લાન ઘડ્યો હતો, જેને પગલે સમગ્ર કાશ્મીરમાં સુરક્ષા વધારી દેવામાં આવી હતી. કાશ્મીરના અલગાવવાદીઓએ કાશ્મીરમાં બંધ પણ જાહેર કર્યું હતું જેને પગલે જનજીવન પર તેની માઠી અસર પહોંચી હતી.

 આતંકીઓના નિશાના પર સૈન્ય અને સીઆરપીએફના કેંપ હતા, જેને પગલે તેની સુરક્ષા વધારવામાં આવી હતી. અગાઉ જાહેર કરેલા એલર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે આતંકીઓ ગ્રેનેડ વડે હુમલો કરી શકે છે જેને પગલે તેને કાઉન્ટર કરવા માટે મોટા પ્રમાણમાં કેમ્પોની આસપાસ જ સૈન્ય ખડકી દેવામાં આવ્યું હતું. 

સૈન્યની સુરક્ષા વધારી દેવામાં આવી હોવાથી આતંકીઓ પોતાના મનસુબામાં સફળ નહોતા થઇ શક્યા. અફઝલ ગુરુને ૯મી ફેબુ્રઆરી, ૨૦૧૩ના રોજ ફાંસી આપવામાં આવી હતી અને તેને તિહાર જેલમાં દફનાવવામાં આવ્યો હતો. જ્યારે એક ગુપ્તચર સંસ્થાના અધિકારીની હત્યાના આરોપી અને જેકેએલએફના સંસ્થાપક મોહમ્મદ મકબુલ ભટ્ટને પણ ૧૧મી ફેબુ્રઆરી ૧૯૮૪ના રોજ ફાંસી આપવામા આવી હતી.

બન્નેને ફેબુ્રઆરીમાં જ ફાંસી આપવામાં આવી હોવાથી આ બન્ને દિવસે સુરક્ષા વધારી દેવામાં આવે છે. ગયા વર્ષે પણ કાશ્મીરમાં આ જ દિવસે સૈન્યને નિશાન બનાવી આતંકીઓએ હુમલા કર્યા હતા. આ બન્ને આતંકીઓના મૃતદેહોને તિહાર જેલમાં દફનાવવામાં આવ્યા હતા. જેને પગલે આતંકીઓ અને અલગાવવાદીઓ આ બન્નેની અસ્થીઓ પરત માગી રહ્યા છે. 

૯મીએ અફઝલ ગુરુની વરસી પર તો કોઇ મોટો હુમલો સૈન્યને સફળ નહોતો થવા દીધો પણ આગામી ૧૧મી તારીખે મકબુલ ભટ્ટની વરસીએ પણ મોટા હુમલાની ભીતી છે જેને પગલે સૈન્યએ સુરક્ષા વધારી દીધી છે. ખાસ કરીને સૈન્યના જે કેમ્પો છે તેની આસપાસ મોટા પ્રમાણમાં જવાનોને તૈનાત કરી દેવામાં આવ્યા છે.

સૈન્ય દ્વારા હાલ આતંકીઓની વિરુદ્ધ ઓપરેશન ઓલ આઉટ ચાલી રહ્યું છે જેમાં અનેક આતંકીઓને ઠાર મારવામાં આવ્યા છે જેનો બદલો લેવા માટે પણ છુપાયેલા આતંકીઓ કાવતરા ઘડી રહ્યા છે. જેને પગલે હાલ સર્ચ ઓપરેશનને પણ વધારી દેવામાં આવ્યું છે.

Related posts

ભાજપના સભ્યો જોતા રહી ગયા અને તેજસ્વી યાદવે નીતિશ કુમાર પાસે NPR લટકાવી દીધું

Pravin Makwana

સ્વાઈન ફ્લૂની પકડમાં સુપ્રિમ કોર્ટનાં 6 જજ, કોર્ટમાં માસ્ક લગાવીને કરી રહ્યા છે સુનાવણી

Mansi Patel

કેન્સલ અને વેઈટિંગ ટિકિટોથી રેલવેએ માત્ર 3 વર્ષમાં જ આટલી થઈ કમાણી

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!