GSTV

જમ્મુ-કાશ્મિર : સર્જિકલ સ્ટ્રાઈક કરવા માટે ભારત પાસે આ છે સૌથી મોટું કારણ

Last Updated on June 30, 2019 by Alap Ramani

પાકિસ્તાન એક તરફ ભારત સાથે મિત્રતાનો હાથ લંબાવવાની વાત કરી રહ્યુ છે. ત્યારે બીજી તરફ સરહદ  પર પાકિસ્તાનના 230 જેટલા આતંકવાદીઓ ઘુસણખોરી કરવાની તૈયારી કરી રહ્યા છે. ભારતે સર્જિકલ સ્ટ્રાઈક કરી હતી તે તમામ કેમ્પ ફરીવાર ધમધમતા થયા છે. સૂત્રોના જણવાવ્યા પ્રમાણે પાકિસ્તાને પીઓકેમાં 27 જેટલા કેમ્પ ફરીવાર શરૂ કર્યા છે. જેમાથી આઠ જેટલા કેમ્પ પોકિસ્તાને ગત્ત મહિને શરૂ કર્યા હતા. આ કેમ્પમાં 230 જેટલા આતંકવાદીઓએ હાજર છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે પાકિસ્તાને લિપામાં આવેલો કેમ્પ ફરીવાર શરૂ કર્યો છે. આ કેમ્પને ભારતીય સેનાએ સર્જિકલ સ્ટ્રાઈક કરીન તબાહ કર્યો હતો. છેલ્લા એક માસમાં પીઓકેમાં લિપા, ચકોઠી, બરારકોટ, શાર્ડી અને જૂરામાં આતંકવાદીઓને કેમ્પ ધમધમી રહ્યા છે.  જેમાંથી ત્રણ કેમ્પ હિજબુલ મુજાહિદીના છે. મળતી માહિતી મુજબ સરહદ પર આતંકવાદીઓના ગતિવિધિ તેજ બની છે. જેથી સેનાને એલર્ટ રહેવાના પણ આદેશ આપવામાં આવ્યા છે.

 

Related posts

હવે આ સેવાઓ સાથે સંકળાયેલા લોકો નહીં કરી શકે હડતાળ, સંસદમાં પસાર થયો બિલ: વિપક્ષે કહ્યું- તાનાશાહી

Zainul Ansari

પડકાર / ચીનને તેના ઘરમાં જ પડકાર આપવા ભારતીય નૌસેના સજ્જ, ચાર યુદ્ધ જહાજો સાઉથ ચાઈના-સીમાં મોકલશે

Zainul Ansari

મધ્ય પ્રદેશમાં વરસાદનું રૌદ્ર રૂપ : તમામ નદીઆે જોખમી સ્તરે, ગ્વાલિયર અને ચંબલના 1171 ગામો પાણીમાં ગરકાવ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!