GSTV
Home » News » ઉત્તર ભારતના પહાડી વિસ્તારમાં ભારે હિમવર્ષા, દિલ્હીમાં કાતિલ ઠંડી, જનજીવન પર અસર

ઉત્તર ભારતના પહાડી વિસ્તારમાં ભારે હિમવર્ષા, દિલ્હીમાં કાતિલ ઠંડી, જનજીવન પર અસર

હિમાચલ પ્રદેશ સહિતના ઉત્તર ભારતના પહાડી વિસ્તારમાં ભારે હિમવર્ષા યથાવત જોવા મળ રહી છે. હિમાચલ પ્રદેશનામાં ટીકર, કુલ્લુ અને મનાલીમાં ભારે હિમવર્ષા થઈ હતી. જેના કારણે ઘણા રસ્તાઓ બંધ થઈ ગયા છે. કેટલાક વિસ્તારમાં એક ફૂટ સુધીનો બરફ પથરાયેલો જોવા મળી રહ્યો છે. ભારે હિમવર્ષાના કારણે ઠંડીનો વધારો જોવા મળી રહ્યો છે. ચારેતરફ બરફની ચાદર છવાયેલી જોવા મળી રહી છે.

જમ્મુ કાશ્મીરના રાજોરીમાં હિમવર્ષાના કારણે સુંદર નજારો સર્જાયો. છેલ્લા એક સપ્તાહથી રાજોરીમાં સતત હિમવર્ષા થઈ રહી છે. હિમવર્ષાના કારણ જનજીવન પર અસર પડી તો સ્થાનિક લોકો ગરમ કપડા પહેરીને હિમવર્ષાની મજા માણતા નજરે પડ્યા. હિમવર્ષાની સૌથી મોટી અસર વાહન વ્યવ્હારને થઈ. રસ્તા પર એક ફૂટથી વધુ બરફના થર જામ્યા. જેને હટાવવા સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. મહત્વપૂર્ણ છે કે, રાજોરીના કોટરંકા, બુદ્ધલ અને લોરનમાં હિમવર્ષા થઈ રહી છે. જેથી  અનેક વિસ્તારમાં વીજળી અને ઈન્ટરનેટ સેવા પર અસર પડી છે.

દિલ્હીમાં કાતિલ ઠંડીના કારણે જનજીવન પર અસર પડી. રાજધાની દિલ્હીમાં ન્યૂનતમ તાપમાન 5 ડિગ્રી સુધી નોંધવામાં આવ્યુ. ઠંડી સાથે ગાઢ ધુમ્મુસનું પ્રમાણ વધતા લોકોની મુશ્કેલી વધી છે. ઠંડી સાથે રાજધાનીમાં પ્રદૂષણનું પ્રમાણ પણ સતત વધી રહ્યુ છે. જેથી રેલવે અને વાહન વ્યવ્હારને અસર પડી છે. મહત્વપૂર્ણ છે કે, જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં ભારે હિમવર્ષાના કારણે દિલ્હી સહિતના શહેરમાં શીત લહેરનો પ્રકોપ વધ્યો છે.

Related posts

ભાગ્યે જ જોવા મળતી બિમારીનો ભોગ બન્યા જેટલી, અરૂણ જેટલીને સોફ્ટ ટિશ્યુ સારકોમા કેન્સર હતુ

Riyaz Parmar

અસ્ત થયા અરૂણ: મોદી-શાહનાં સંકટમોચક અરૂણ જેટલીનું પાકિસ્તાન કનેક્શન કંઇક આવું હતું

Riyaz Parmar

અરૂણ જેટલીની ઈચ્છા CA બનવાની હતી પણ પિતાને જોઈ વકિલ બન્યા

Mayur
Do NOT follow this link or you will be banned from the site!