GSTV
Home » News » જમ્મુ-કાશ્મીર સહિત ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી, બરફવર્ષા અને વરસાદની આગાહી

જમ્મુ-કાશ્મીર સહિત ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી, બરફવર્ષા અને વરસાદની આગાહી

જમ્મુ અને કાશ્મીરમાં કાતિલ ઠંડી પડી રહી છે. ત્યારે હવામાન વિભાગે ફરી બરફવર્ષા અને વરસાદની આગાહી કરી હતી. આજે શ્રીનગરમાં માઇનસ ૦.૩ ડિગ્રી તાપમાન સાથે રાજ્યમાં ઠંડીનો માહોલ હતો. સિક્કિમમાં ભારે બરફવર્ષાના ફસાયેલા ૧૫૦ પ્રવાસીઓને સેનાએ બચાવ્યા હતા. હિમાચલ, દિલ્હી, પંજાબ અને હરિયાણામાં પણ તીવ્ર ઠંડી યથાવત્ હતી.

જમ્મુ અને કાશ્મીરમાં મોટા ભાગના સ્થળોનું તાપમાન શૂન્યથી નીચું રહ્યું હતું. ગુલમર્ગમાં માઇનસ ૮.૫, પહલગામમાં માઇનસ ૧૧.૪, લેહમાં માઇનસ ૧૫ અને કારગીલમાં માઇનસ ૧૮.૨ ડિગ્રી તાપમાન નોંધાયું તું. હવામાન વિભાગે જણાવ્યું હતું કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કાશ્મીરની નજીક પહોંચ્યું છે તેથી આગામી રવિવાર સુધી બરફવર્ષા અને વરસાદની શક્યતા છે.

સિક્કિમમાં ભારે બરફવર્ષા થઈ હતી. પ્રવાસન સ્થળ લાચુંગ ખીણમાં ફસાયેલા ૧૧ બાળક સહિત ૧૫૦ પ્રવાસીઓને સેનાના જવાનોએ સલામત સ્થળે ખસેડયા હતા. પ્રવાસીઓ ૪૩ વાહનોમાં હતા જવાનોએ તેમને સલામત સ્થળે ખસેડી આશ્રયસ્થાન, ખોરાક અને દવા- સારવારની સુવિધા આપી હતી.

પાટનગર દિલ્હીમાં લઘુત્તમ તાપમાન સામાન્ય કરતા નીચું છ ડિગ્રી નોંધાયું છે. દિલ્હીવાસીઓએ કાતિલ ઠંડીનો અનુભવ કર્યો હતો. ઠંડીને કારણે કેટલીક ટ્રેન મોડી પડી હતી. હવામાન વિભાગે આગામી ૨૪ કલાકમાં હળવા વરસાદની આગાહી કરી હતી.

હિમાચલ પ્રદેશમાં ઉનામાં શિમલા કરતાં ઓછુ ૨.૫ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. શિમલામાં ૩.૭ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. રાજ્યમાં ઘણા સ્થળોનું તાપમાન થોડું વધ્યું હતું. પરંતુ કાતિલ ઠંડી યથાવત્ હતી.

પંજાબ અને હરિયાણામાં ઠંડીનું તીવ્ર મોજું યથાવત્ હતું. આદમનપુર એક ડિગ્રી તાપમાન સાથે સૌથી ઠંડુ સ્થળ બન્યું હતું. અન્ય મુખ્ય શહેરોના તાપમાન ત્રણથી છ ડિગ્રી વચ્ચે રહ્યા હતા.

Related posts

pratik shah

આર્થિક મોરચે ભારતને વધું એક ઝટકો, વિશ્વ બેંક બાદ IMFએ પણ ઘટાડ્યો GDP

Ankita Trada

પાણીમાં ડૂબતી જોવા મળી પ્રીતિ ઝિન્ટા, કુતરાએ આવી રીતે બચાવી કે અભિનેત્રીએ ટ્વિટર પર જણાવી કહાની

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!