GSTV
World

Cases
5058620
Active
6847690
Recoverd
560141
Death
INDIA

Cases
283407
Active
515386
Recoverd
22123
Death

આજે પણ જમ્મુ શ્રીનગર હાઇવે બંધ, બરફવર્ષાને કારણે ઠેર ઠેર હિમસ્ખલન

જમ્મુ અને કાશ્મીરમાં જમ્મુ શ્રીનગર હાઇવે આજે પાંચમા દિવસે પણ બંધ રહ્યો હતો, ત્યારે બરફવર્ષાને કારણે ઠેર ઠેર હિમસ્ખલન થયા હતા. રાજસ્થાનના માઉન્ટ આબુમાં ૦.૪ ડિગ્રી તાપમાન સાથે સમગ્ર રાજ્યમાં તીવ્ર ઠંડી પડી હતી.

રાજસ્થાનના સિકર જિલ્લાના ફતેપુરમાં ૦.૮, દબોક ૩.૪, ચિત્તોડગઢમાં ૩.૫ તાપમાન નોંધાયા હતા.

જમ્મુ અને કાશ્મીરમાં હિમસ્ખલન થતા જમ્મુ-શ્રીનગર નેશનલ હાઇવે ચાલુ કરવામાં અડચણ ઊભી થઇ હતી, અને પાંચમાં દિવસે પણ તે બંધ રહ્યો હતો. હિમસ્ખલનથી વિવિધ વિસ્તારોમાં ફસાયેલા લોકોને વાયુદળના જવાનોએ સલામત સ્થળે ખસેડયા હતા.

હિમાચલ પ્રદેશમાં ભારે બરફવર્ષાને કારણે શાળાઓનું વેકેશન લંબાયું હતું. હવે શાળાઓ ૧૩મી ફેબુ્રઆરીએ ખુલશે. આજે મનાલીમાં માઇનસ બે અને કુફરીમાં માઇનસ  ૦.૫ ડિગ્રી તાપમાન  નોંધાયા હતા.

પંજાબ અને હરિયાણામાં પણ કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું હતું. અમૃતસરમાં ૪.૬, ભટિંડામાં ૪.૭, આદમપુરમાં ૪.૮ ડિગ્રી તાપમાન નોંધાયા હતા.

પાટનગર દિલ્હીમાં છ ડિગ્રી તાપમાન સાથે તીવ્ર ઠંડી હતી. મહત્તમ તાપમાન ૨૧.૬ ડિગ્રી નોંધાયું હતું. ભેજનું પ્રમાણ ૫૨ અને ૧૦૦ ટકાની વચ્ચે રહ્યું હતું.

Related posts

પાયલટના સમર્થનમાં કુદી પડ્યા જ્યોતિરાદિત્ય સિંધિયા, કહ્યુ-કોંગ્રેસને ટેલેન્ટ પર જરા પણ વિશ્વાસ નથી

Pravin Makwana

સાંજે ચાર વાગ્યા સુધીમાં રાજ્યના કુલ 117 તાલુકાઓમાં હળવાથી ભારે વરસાદ, ડાકોરમાં નિચાણવાળા વિસ્તારમાં ભરાયા પાણી

Nilesh Jethva

ફરી એક વાર ટેસ્ટ થઈ શકે અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચનનો, બંનેની હાલત સ્થિર

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!