GSTV
Home » News » જમ્મુ કાશ્મીરના ડોડોમાં ફરીવાર ભારે હિમવર્ષા, જનજીવન પ્રભાવિત

જમ્મુ કાશ્મીરના ડોડોમાં ફરીવાર ભારે હિમવર્ષા, જનજીવન પ્રભાવિત

જમ્મુ કાશ્મીરના ડોડોમાં ફરીવાર ભારે હિમવર્ષા થઈ. જેના કારણે જનજીવન પ્રભાવિત થયું. ભારે હિમવર્ષાના કારણે જિલ્લાના મોટા ભાગના સ્થળોએ બરફની ચાદર પથરાઇ ગઇ. તો બીજી તરફ માર્ગો પર ઓછી અવર જવર જોવા મળી. લોકો ઠંડીના કારણે ઘરોમાં પુરાઇ રહેવા મજબૂર બન્યા. છેલ્લા ઘણા દિવસોથી કાશ્મીરમાં ડોડા સહિત ઘણા સ્થળોએ અવિરત હિમવર્ષા થઇ રહી છે. જેના કારણે રાજ્યમાં ઠંડીનો પારો સતત ગગડ્યો છે.

જમ્મુ કાશ્મીરના પટનીટોપમાં ભારે હિમવર્ષા થઈ છે. જેથી સામાન્ય જનજીવન પર અસર પડી. પટનીટોપમાં હિમવર્ષાના કારણે ઠેર-ઠેર બરફની ચાદર છવાઈ છે. ગાત્રો થિજવતી ઠંડી હોવા છતા પર્યટકો ગરમ કપડા પહેરીને હિમવર્ષાની મજા લઈ રહ્યા છે. પટનીટોપ ઉપરાંત જમ્મુ કાશ્મીરના ડોડામાં પણ ભારે હિમવર્ષા થઈ છે. હિમવર્ષાના કારણે જમ્મુ કાશ્મીરમાં હાડ થિજવતી ઠંડી પડી રહી છે.

Related posts

હત્યારાઓએ ગૂગલની મદદથી કમલેશ તિવારીની મેળવી માહિતી અને પછી આ રીતે આપ્યો ઘટનાને અંજામ

Mayur

કમલેશ તિવારીની હત્યા પાછળનું નીકળ્યું પાકિસ્તાન કનેક્શન, જાણીને રહી જશો દંગ

Mayur

કમલેશ તિવારી મર્ડર કેસમાં ગુજરાત સાથે આ ચાર રાજ્યોની પોલીસ પણ જોડાઈ, જાણો શા માટે ?

Mayur
Do NOT follow this link or you will be banned from the site!