GSTV
Home » News » કાશ્મીર : બરફના તોફાનમાં 8નાં મોત-3 જવાનો પણ થયા શહીદ, હજી 5 લોકો ફસાયા હોવાની સંભાવના

કાશ્મીર : બરફના તોફાનમાં 8નાં મોત-3 જવાનો પણ થયા શહીદ, હજી 5 લોકો ફસાયા હોવાની સંભાવના

જમ્મુ કશ્મીરના ગાંદરબલ ખાતે હિમસ્ખલન થયુ છે. તેમાં પાંચ લોકોના મોત થયા છે. સોમવારે ભારે હિમ સ્ખલન થયુ હોવાનું મનાય છે..જમ્મુ કાશ્મીરના ગાંદરબલના કુલ્લન વિસ્તારમાં ભારે હિમ સ્ખલન થયુ હતુ. જેમાં ફસાયેલા ચાર લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા છે. સોમવારે બરફનો સમગ્ર પહાડ ખસી પડ્યો હતો. અને ઘટનાસ્થળેથી પાંચ લોકોના મૃતદેહને કાઢવામાં આવ્યા છે.

જમ્મુ- કાશ્મીરમાં છેલ્લા 48 કલાકમાં થયેલી બરફ વર્ષામાં ઉત્તરી કાશ્મીરમાં કેટલીય જગ્યાઓ પર હિમસ્ખલનની ઘટનાઓ સામે આવી છે. આ ઘટનમાં સેનાએ 3 જવાનો ગુમાવ્યા છે. એક જવાન હજુ પણ લાપતા છે. આ હિમસ્ખલનમાં ફસાયલા અન્ય જવાનોને પણ બચાવી લેવામાં આવ્યા છે.

આ સિવાય મધ્ય કાશ્મીરમાં ગાંદરબલ જિલ્લામાં સોનમર્ગ પાસેના હિમસ્ખલનમાં 5 લોકોનાં મોત થયા છે. સેનાએ હાલમાં બચાવ અભિયાન શરૂ કરી દીધું છે. આ વિસ્તાર શ્રીનગરથી કપાઈ ગયો હોવાથી બચાવદળને અહીં પહોંચતાં સમય લાગી શકે છે. સેનાના જવાનોએ બરફમાં ચાલીને અહીં પહોંચવું પડી રહ્યું છે.

7 જાન્યુઆરીના રોજ પણ જમ્મુ કાશ્મીરમાં એલઓસી પાસે પુંછ જિલ્લામાં બરફવર્ષા થઈ હતી. જેમાં પણ એક સેનાના એક જવાનનું મોત થયું હતું જ્યારે અન્ય 3 જવાન ઘાયલ થયા હતા. ગત રાત્રિએ આવેલા બરફના તોફાનમાં સોનમર્ગ પાસે 5 લોકોના અને કુપવાડામાં 3 જવાનો શહીદ થયા છે.

પહાડો પર થતી હિમવર્ષાના કારણે દિલ્હી સહિતના મેદાની પ્રદેશમાં પણ ઠંડીનું જોર યથાવત જોવા મળી રહ્યુ છે. ઠંડી ઉપરાંત ખરાબ હવામાન અને ધુમ્મસના કારણે 15 ટ્રેન નિયત સમયથી મોડી ચાલી રહી છે. દિલ્હી એરપોર્ટથી 18 ઉડાન રદ કરવી પડી છે.

દિલ્હીમાં ઠંડીની સાથે સામાન્ય વરસાદ અને પંજાબના કેટલાક વિસ્તારમાં પણ ભારે વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગે આગામી 16 અને 17 જાન્યુઆરીએ ફરી હિમવર્ષા થવાની આગાહી કરી છે. હવામાન વિભાગના મતે 16 જાન્યુઆરીએ ભારે હિમવર્ષા થઈ શકે છે. જોકે આજે તો લોકો ઠંડીના કારણે લોકોએ હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો.

READ ALSO

Related posts

સુરતની રઘુવીર માર્કેટમાં લાગી ભીષણ આગ, ફાયરવિભાગે બ્રિગેડ કોલ જાહેર કર્યો

Mansi Patel

ચીની સેનાની સામે આવી અવળચંડાઈ,લદ્દાખમાં કરી ભરવાડોની પાછળ કરી ઘુસણખોરી

Mansi Patel

યમનમાં લોહિયાળ હુમલો: હુથી હબળવાખોરોએ મસ્જીદ ઉડાવી, 111થી વધુનાં મોત-160 ઘાયલ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!