GSTV

એ દિવસે શ્રીલંકાએ પહાડ જેવો સ્કોર ખડકી દીધો હતો, તો ય આ સિદ્ધિથી વંચિત

શ્રીલંકા

ક્રિકેટમાં કેટલાક રેકોર્ડ એવા છે જે આસાનીથી વટાવી શકાતા નથી. આવો જ એક રેકોર્ડ છે ટેસ્ટ મેચની એક ઇનિંગ્સમાં સૌથી વધુ સ્કોરનો. શ્રીલંકાએ 1997માં આ જ દિવસે એટલે કે છઠ્ઠી ઓગસ્ટે ભારત સામે કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમ ખાતે છ વિકેટે 952 રનનો વિશાળ સ્કોર નોંધાવ્યો હતો. આમ આ સિદ્ધિને આજે 23 વર્ષ થયા પરંતુ આ ગાળામાં કોઈ ટીમે 900નો આંક પણ પાર કર્યો નથી. આજે દુનિયાભરની તમામ ટીમ વન-ડે અને ટી20 રમી રહી છે આમ તેમનામાં ઝડપી બેટિંગ કરવાની ક્ષમતા છે તેમ છતાં કોઈ ટીમ આ આંક પાર કરી શકતી નથી.

ઓગસ્ટ 1997 બાદ માત્ર ત્રણ જ વાર કોઈ ટીમે એક ઇનિંગ્સમાં 700નો આંક વટાવ્યો છે પરંતુ કોઈ આ સ્કોર સુધી તો પહોંચી શક્યા નથી. છેલ્લે 2016-17માં ઇંગ્લેન્ડ સામેની ચેન્નાઈ ટેસ્ટમાં ભારતે 759 રનનો વિશાળ સ્કોર નોંધાવ્યો હતો જ્યારે કરુણ નાયરે ત્રેવડી સદી ફટકારી હતી.

વાત કરીએ શ્રીલંકાના તોતિંગ સ્કોરની તો ઓગસ્ટ 1997માં કોલંબોમાં રમાયેલી ટેસ્ટમાં ભારતે પ્રથમ બેટિંગ કરીને 537 રન નોંધાવ્યા હતા. ભારતના કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીને ઇનિંગ્સ ડિકલેર કરવામાં વિલંબ કર્યો અને બીજે દિવસે સાંજે દાવ ડિકલેર કર્યો. ભારત માટે નવજોતસિંઘ સિદ્ધુએ 111, સચિન તેંડુલકરે 143 અને કેપ્ટન અઝહરે 126 રન ફટકાર્યા હતા.

ત્યાર બાદ શ્રીલંકાની બેટિંગ આવી. બીજા દિવસની સાંજ સુધીમાં તેમણે એક વિકેટે 39 રન નોંધાવ્યા જેમાં માર્વન અટપટ્ટુ આઉટ થઈ ગયો હતો. લેફ્ટ આર્મ સ્પિનર નિલેશ કુલકર્ણી તેની પ્રથમ જ ટેસ્ટ રમી રહ્યો અને તેની કરિયરના પહેલા બોલે જ તેને વિકેટ મળી ગઈ હતી. આમ કરનારો તે અત્યાર સુધીનો એકમાત્ર ભારતીય બોલર છે. પણ કુલકર્ણીએ ત્યારે બાદ તો 70 ઓવર ફેંકી હતી પરંતુ 195 રન આપવા છતાં તેને બીજી વિકેટ મળી ન હતી.

સનત જયસુર્યા અને રોશન મહાનામાએ રચ્યો ઇતિહાસ

શ્રીલંકા માટે સનત જયસૂર્યા અને રોશન મહાનામાએ ત્યાર બાદ જે બેટિંગ કરી તે ઇતિહાસ બની ગયો. બંનેએ બીજી વિકેટ માટે 576 રનની વિશાળ ભાગીદારી નોંધાવી હતી. એ વખતે ટેસ્ટ ક્રિકેટમાં આ સૌથી મોટી ભાગીદારી હતી. પાછળથી સંગાકરા અને મહેલા જયવર્દનેએ 2006માં સાઉથ આફ્રિકા સામે 624 રનની ભાગીદારી નોંધાવી હતી.

જયસૂર્યાએ તો એવી આક્રમક બેટિંગ કરી હતી કે ભારતના બોલર્સ સામે તેના આક્રમણનો કોઈ જવાબ ન હતો. જયસૂર્યાએ 799 મિનિટ બેટિંગ કરીને 578 બોલમાં 340 રન ફટકારી દીધા હતા. જેમાં 36 ચોગ્ગા અને બે સિક્સરનો સમાવેશ થતો હતો તો મહાનામાએ 561 મિનિટમાં 225 રન ફટકાર્યા હતા. બંનેમાં મહાનામા પહેલો આઉટ થયો તેનો અર્થ એ થયો કે બંનેએ 561 મિનિટમાં 576 રનન ભાગીદારી નોંધાવી હતી. ત્યાર બાદ તો અરવિંદ ડી સિલ્વાએ 126 અને કેપ્ટન અર્જુન રણતુંગાએ 86 રન ફટકાર્યા હતા.
અંતે પાંચમા દિવસે રણતુંગાએ છ વિકેટે 952 રનના સ્કોરે દાવ ડિકલેર કર્યો અને મેચ પૂરી થઈ ગઈ. આમ છતાં રણતુંગાને એ વાતને અફસોસ રહ્યો કે તેની ટીમ 1000 રનનો આંક પાર કરી શકી નહી. આમ શ્રીલંકા 1000 નો સ્કોર કરનારી પ્રથમ ટીમ બનવાથી વંચિત રહી ગઈ.

ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં માત્ર બે જ વાર એક ઇનિંગ્સમાં 1000થી વધુનો સ્કોર નોંધાયો છે અને ખૂબી એ છે કે બંને વાર આ રેકોર્ડ વિક્ટોરીયાની ટીમ ઓસ્ટ્રેલિયન ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં આ સિદ્ધિ હાંસલ કરી છે. તેણે 1922માં તાસ્માનિયા સામે 1059 રન નોંધાવ્યા બાદ 1926માં પોતાનો જ રેકોર્ડ તોડીને ન્યૂ સાઉથ વેલ્સ સામે 1107 રનનો સ્કોર નોંધાવ્યો હતો.

Read Also

Related posts

ફાયર સેફ્ટીના કડક અમલ માટે મુખ્યપ્રધાન રૂપાણીનો મહત્વનો નિર્ણય, દર 6 મહિને NOCનું રિન્યુઅલ ફરજીયાત

pratik shah

Hondaની શાનદાર ક્રૂઝર બાઇક લૉન્ચ, બુલેટ પણ ભૂલી જશો એવા દમદાર છે ફિચર્સ

Bansari

ગજબ/ હવામાં જ કોરોનાને પકડી લેશે આ ખાસ ડિવાઇસ, મોઢામાં આંગળા નાંખી દેશો એટલી છે કિંમત

Bansari
Do NOT follow this link or you will be banned from the site!