GSTV

શ્રીલંકાના 2019 વર્લ્ડ કપમાં સીધા ક્વાલીફાઇને લાગ્યો ઝટકો

Last Updated on September 1, 2017 by

ભારત સામે રમાયેલી પાંચ વન ડે મેચની સિરીઝની ચોથી વન ડે મેચમાં ગઇકાલે શ્રીલંકાને મળેલી હાર બાદ શ્રીલંકાની ટીમ માટે વધુ એક ખરાબ સમાચાર છે. આ હાર સાથે શ્રીલંકાની ટીમ ઇંગ્લેન્ડમાં રમાનાર 2019 આઇસીસી વિશ્વ કપમાં સીધા ક્વોલીફાઇ થવાની આશાઓને ઝટકો લાગ્યો છે. શ્રીલંકાની ટીમને ભારત સામે રમાઇ રહેલી પાંચ વનડે મેચની સિરીઝમાંથી ઓછામાં ઓછી બે મેચ જીતવાની હતી પરંતુ, તે બે મેચ જીતી શકી નથી અને હજી પણ સિરીઝમાં 4-0થી પાછળ છે.

વિશ્વ કપમાં આ વર્ષે 30 સપ્ટેમ્બર સુધી યજમાન ઇંગ્લેન્ડ ઉપરાંત આઇસીસી રેન્કિંગમાં ટોચની સાત ટીમોને સીધો ક્વાલીફાઇ કરવામાં મોકો મળશે, જ્યારે બાકીની ટીમોને ક્વાલિફીકેશન ટૂર્નામેન્ટમાં રમવું પડશે. જો કે, શ્રીલંકાની ટીમને સીધા ક્વાલિફાઇ કરવાની આશાઓ પૂરી થઇ નથી. આઇસીસીના નિવેદન અનુસાર, ભારતથી 0-4થી પાછળ રહ્યાં બાદ શ્રીલંકાને હવે વેસ્ટઇન્ડિઝ સામેની આગામી સિરીઝમાં તેમની ઓછામાં ઓછી એક હાર પર નિર્ભર રહેવું પડશે. જો આવું થાય તો શ્રીલંકાને વિશ્વ કપમાં સીધો પ્રવેશ મળી શકે છે.

જો કે, શ્રીલંકા રવિવારે ભારત સામે રમાનાર અંતિમ મેચ જીતી લે તો તેના 88 અંક થઇ જશે. જો કે, આ ક્વાલિફિકેશન માટે પૂરતું નહીં હોય. વેસ્ટઇન્ડિઝ પાસે પણ શ્રીલંકાથી આગળ નીકળવાનો મોકો છે. તે પોતાની આગામી પોતાની છ મેચમાં જીત હાંસલ કરી લે તો તેના પણ 88 અંક થઇ જશે. આવામાં તે દશમલવ અંકોના આધારે શ્રીલંકા પર સરસાઇ હાંસલ કરવામાં સફળ રહેશે.

ઉલ્લેખનીય છે કે, વેસ્ટઇન્ડિઝને 13 સપ્ટેમ્બરે આયરલેન્ડ સામે મેચ રમવાની છે અને ફરી ઇંગ્લેન્ડ સામે 19થી 29 સપ્ટેમ્બર દરમિયાન પાંચ વન ડે મેચની સિરીઝ રમવાની છે. જો શ્રીલંકા ભારત સામે 5-0થી હારે તો વેસ્ટઇન્ડિઝ પાસે વિશ્વ કપમાં સીધા પ્રવેશ માટે આયરલેન્ડને હાર આપવી પડશે અને ઇંગ્લેન્ડ સામે 4-1થી સિરીઝ પર કબજો જમાવવો પડશે.

Related posts

BIG BREAKING: ક્રિકેટર હાર્દિક પંડ્યા લઈ શકે છે સંન્યાસ, ઈજાથી છે સતત પરેશાન!

pratik shah

Big Breaking / વનડેમાં રોહિત શર્મા બન્યો ટીમ ઈન્ડિયાનો કેપ્ટન, સાઉથ આફ્રિકા પ્રવાસ પહેલા BCCIનો મોટો નિર્ણય

Zainul Ansari

નામની રમત / અક્ષર+પટેલ… રવીન્દ્ર+જાડેજા, જ્યારે સાથે આવ્યા Ind-NZના ખેલાડી અને બની ગયું આખું નામ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!