GSTV
India News Trending

નોઈડા / શ્રીકાંત ત્યાગીને મોટી રાહત, 44 દિવસ બાદ હાઈકોર્ટમાંથી મળ્યા જામીન

ગાલીબાઝ શ્રીકાંત ત્યાગીને હાઈકોર્ટમાંથી મોટી રાહત મળી છે. ઉત્તરપ્રદેશની ઈલાહાબાદ હાઈકોર્ટમાંથી આખરે જામીન મળી ગયા છે જેના પગલે હવે જેલની બહારની હવા ખાઈ શકશે. તમને જણાવી દઈએ કે, 9 ઓગસ્ટથી શ્રીકાંત ત્યાંગી જેલમાં બંધ છે.

આ અંગે શ્રીકાંત ત્યાગીના વકીલે જણાવ્યું કે, ગેંગસ્ટર એક્ટમાં ત્યાગીને હાઈકોર્ટમાંથી જામીન મળી ગયા છે જ્યારે બાકીના મામલે અગાઉથી જ ગૌતમબુદ્ધ નગર જિલ્લાની કોર્ટમાંથઈ જામીન મળી ગયા છે.

નોંધનીય છે કે, નોઈડાની પોશ સોસાયટીમાં મહિલા સાથે ઉદ્ધત વર્તનનો વીડિયો વાયરલ થયા બાદથી શ્રીકાંત ત્યાગી ચર્ચામાં આવ્યો તો. શ્રીકાંત ત્યાગીનો 5 ઓગષ્ટના રોજ મહિલા સાથે ઉદ્ધત વર્તન કરતો વીડિયો વાયરલ થયો હતો. ત્યારબાદ પોલીસે તેના વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. ત્યારબાદથી આરોપી ફરાર ચાલી રહ્યો હતો. પોલીસે તેના પર ગેંગસ્ટરની કાર્યવાહી કરીને 25 હજારનું ઈનામ પણ ઘોષિત કર્યું હતું. પોલીસની 12 ટીમ તેને શોધી રહી હતી. અંતે મેરઠથી તેની ધરપકડ કરવામાં આવી હતી અને તેને જેલમાં મોકલવામાં આવ્યો હતો.

READ ALSO

Related posts

બુધવારના દિવસે કરવામાં આવેલી ભૂલ પડી શકે છે ભારે, આર્થિક મુશ્કેલીઓથી ઘેરાઈ જશે જીવન

Damini Patel

વ્યક્તિએ ઓનલાઇન શોપિંગ કરીને મંગાવ્યો ફોન, પેકેટ ખોલતા જ તેમાંથી નીકળ્યા બટાકા

Damini Patel

Health Tips/ આદુવાળી ચા પીવાના શોખીન છો? તો થઈ જાઓ સાવધાન! સ્વાસ્થ્યને થઈ શકે છે મોટાં નુકસાન

Hemal Vegda
GSTV