ઘરનો ડખો મોંઘો પડશે!! કૉંગ્રસનાં જ નેતા બોલ્યાં કે ‘ રાહુલ ગાંધીના એવા એવા ખૂલાસા કરીશ કે મોઢુ બતાવવા જેવા નહીં રહે’

કોંગ્રેસ પાર્ટીથી દૂર કરવામાં આવ્યાનાં એક દિવસ પછી જ ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન શ્રીકાંત જેનાએ રવિવારે કહ્યું કે તે કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીનો એવો ખૂલાસો કરશે કે તે ફરીથી ‘જનતાને પોતાનુ મોઢું બતાવવા જેવા નહીં રહે’. પક્ષ વિરોધી પ્રવૃત્તિઓના આરોપમાં જેના અને કોરાપુતના ભૂતપૂર્વ વિધાનસભ્ય કૃષ્ણચંદ્ર સાગરિયાને કૉંગ્રેસની પ્રાથમિક સદસ્યતાથી દૂર કરવામાં આવ્યા છે. તેઓએ અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિ પર કરેલા કારનામાંના લીધે પાર્ટીના ઓડિશા યુનિટમાંથી નાકાર્યા છે.

જેનાએ એક પત્રકાર પરિષદમાં કહ્યું હતુ કે ‘ હું સમજું છું કે રાહુલ ગાંધી 25 જાન્યુઆરી ઓડિશાના પ્રવાસ પર આવશે. હું તે જ દિવસે તેમના બધા ખૂલાસા કરીશ કે જેથી કરીને તે લોકોને પોતાનો ચહેરો બતાવી શકશે નહીં. ‘તેમ છતાં, કૉંગ્રેસના વડા સામે તે શું ખુલાસો કરશે એની જાણ હજુ નથી કરી.

કોંગ્રેસથી નાબૂદ કરવામાં આવ્યાં એટલે નારાજ થઈને જેનાએ કહ્યું કે ‘રાહુલ ગાંધીએ સ્પષ્ટ કહ્યું છે કે તે ખાણકામ માફિયાને સાથ આપશે. ક્યારેક ઉત્કલમણી ગોપબંધુ દાસનો સાથ આપનાર ઓડિશા પ્રદેશ કોંગ્રેસ સમિતિના નેતૃત્વમાં ખાણકામ માફિયાથી હાથ મેળવવામાં આવ્યો હતો. જોકે આ બાજુ મેં ઘણી વાર રાહુલ ગાંધીનું ધ્યાન આકર્ષિત કર્યું હતું, પરંતુ તેઓએ ખાણકામ માફિયાનો સાથ આપ્યો હતો. ‘

સ્વાત્રંત્ય સેનાની ગોપબંધુને ઓડિશાના ગાંધી કહેવામાં આવે છે. જેને મહાન સામાજિક કાર્યો, સુધારક, રાજકીય કાર્યકર, પત્રકાર, કવિ બનવા માટે ‘ઉત્કલમણી’ ની ડિગ્રી પ્રાપ્ત કરેલ છે.

જેનાએ આરોપ મૂક્યો કે રાહુલ ગાંધીએ નક્કી કર્યું હતું કે ઓડિશાની સરકારનું કમાન પટનાયક પરિવારના હાથમાં રહેવું જોઈએ, જેના માટે તેમણે બીજુ જનતા દળ (બીજેદ) અધ્યક્ષ નવિન પટનાયક સાથે ‘મહાગઠબંધન’ ની જાહેરાત કરી. જેનાએ કટાક્ષ કરતા કહ્યું કે તે પક્ષ વિરોધી પ્રવૃત્તિઓમાં સંલગ્ન નથી અને કોંગ્રેસમાં તે યોગ્ય નથી બેસતા કારણ કે ખનિજોને લૂંટીને તેમણે પૈસા ભેગા કર્યા નથી.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter