GSTV

બોલિવુડની દિગ્ગજ અભિનેત્રીની બે વર્ષ પછી ખુલ્યા રહસ્ય, પુસ્તકમાં થયો ચોંકવાનારો ખુલાસો

આજથી લગભગ બે વર્ષ પહેલા એટલે કે 24 ફ્રેબ્રુઆરી 2018નાં રોજ બોલિવુડથી એક એવા સમાચાર સામે આવ્યા કે જેને સાંભળીને તમામ લોકો ચોંકી ઉઠ્યા હતા. આ સમાચાર હતા કે બોલિવુડની દિગ્ગજ અભિનેત્રી શ્રી દેવીનું અવસાન થયું છે. પરંતુ કોઈને વિશ્વાસ નહોતો આવી રહ્યો કે શ્રી દેવી હવે આપણાં વચ્ચે હયાત નથી. તેમનાં નિધનને બે વર્ષ પૂર્ણ થયા છે. પરંતુ આજે પણ તેમને કોઈ ભૂલી શક્યું નથી. આજે તેમની બીજી પુણ્યતિથી છે.

શ્રીદેવીનાં નિધનને બે વર્ષ પૂર્ણ થયા

શ્રીદેવીની મૃત્યું પછી જે સદમો તેમના પરિવારને લાગ્યો હતો, તેટલોજ સદમો તેમનાં ફેન્સને પણ લાગ્યો હતો. તેમનાં મોતને લઈને ઘણા પ્રકારનાં સવાલો ઉઠ્યા હતા. કોઈએ તેમની મોતને મર્ડર ગણાવ્યું તો અલગ અલગ લોકોએ પોતાની થિયરી જણાવી હતી. જો કે તેમનાં મોતનું સાચું કારણ શું છે તેના વિશે કોીને ખબરનથી. પરંતુ શ્રી દેવીની મોતનાં લગભગ બે વર્ષ પછી એ પુસ્તક દ્વારા કેટલાક તથ્યો સામે આવ્યા છે.

સત્યાર્થ નાયકે પોતાનાં પુસ્તક ‘Sridevi: The Eternal Goddess’માં શ્રીદેવીની બિમારી કર્યો ખુલ્લો

સત્યાર્થ નાયકે પોતાનાં પુસ્તક ‘Sridevi: The Eternal Goddess’માં શ્રીદેવીની બિમારી અને તેમની મોત સાથે જોડાયેલા થોડાક રહસ્ય સામે આવ્યો છે. પુસ્તકમાં શ્રી દેવીની ગંભીર બિમારીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પુસ્તક મુજબ શ્રીદેવીને બ્લડ પ્રેશરની સમસ્યા હતા. જેનું ક્લીનિકલ ટર્મ હાઈપોંટેંશન છે. આ માટે ડાયરેક્ટર પંકજ પારાશર અને સાઉથનાં સુપર સ્ટાર નાગાર્જુનાને પણ જણાવ્યું હતું.

શ્રીદેવીની હાલત આ બિમારીથી અત્યંત ખરાબ થઈ જતી હતી, અને આ બિમારીનાં કારણે સેટ પર અને ક્યારેક બાથરૂમમાં ઘણી વખત બેહોશ થઈ જતી હતી. આ વાત શ્રીદેવીનાં પતિ બોની કપૂરને પણ આ વાત ઘણી વખત જણાવી હતી. આ સાથે તમિલ અભિનેત્રી મહેશ્વરી જે શ્રીદેવીની ભત્રીજી છે તેમને પણ જણાવ્યું કે શ્રીદેવીને આ બિમારાનાં કારણે ઘણી તકલીફ થતી હતી. પુસ્તકમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે તે રાત્રીએ બોની કપૂર અને ખુશી કપૂર ભારત જવા રવાના થયા હતા, પરંતુ બોની કપૂર શ્રીદેવીને સરપ્રાઈઝ આપવામાં માટે પાછા આવ્યા હતા. પાછા ફર્યા પછી તેમને શ્રીદેવીની મોતનો શોક લાગ્યો હતો, જો કે એ કહેવમાં અસમર્થ નહી હોય કે શ્રીદેવી પોતાનાં ફેન્સનાં હ્રદયમાં હંમેશા રહેશે.

READ ALSO

Related posts

પ્રભૂતામાં પગલા: ભારતીય ટીમના ઓલરાઉન્ડ વિજય શંકરે મંગેતર વૈશાલી સાથે સાત ફેરા લઈ નવા જીવનની કરી શરૂઆત

Pravin Makwana

પ્રથમ પહેલ/ નેતાઓ ચર્ચાઓ કરતા રહ્યાં અને યોગીએ કરી બતાવ્યું : બની ગયું દેશનું પ્રથમ રાજ્ય, લોકડાઉનમાં તમામ કેસો પાછા ખેંચ્યા

Karan
Do NOT follow this link or you will be banned from the site!