GSTV
Bollywood Entertainment Trending

શ્રીદેવીના જીવન પર બનશે ડોક્યૂમેન્ટ્રી, રિયલ ફુટેજનો થશે ઉપયોગ  

શ્રીદેવીના નિધન બાદ બોની કપૂર તેમની દરેક ઈચ્છા પૂરી કરવા માંગે છે. ૬ માર્ચે તેમણે પોતાની દીકરી જાહ્નવીના જન્મદિવસની ઉજવણી એવા જ અંદાજમાં કરી જેવી શ્રીદેવીની ઈચ્છા હતી. જાણવા મળી રહ્યું છે કે બોની કપૂરે શ્રીદેવીની લાઈફ પર ડોક્યૂમેન્ટ્રી બનાવવાની ઈચ્છા વ્યક્ત કરી છે.

જાણવા મળી રહ્યું છે કે આ ડોક્યૂમેન્ટ્રીમાં ઓરિજનલ વોઈસનો પ્રયોગ કરવામાં આવશે. તેમની લાઈફના ઓરિજનલ વિડીયો અને રિયલ ફુટેજનો ઉપયોગ કરી આ ડોક્યૂમેન્ટ્રી બનાવવામાં  આવશે. બોની કપૂરે આ ડોક્યૂમેન્ટ્રી બનાવવાની જવાબદારી પોતાના ખાસ મિત્ર શેખર કપૂરને આપી છે જો આ પ્રોજેક્ટ પર કામ થશે તો શ્રીદેવીના ફેન્સ માટે આ અમૂલ્ય ગીફ્ટ હશે. ગયા અઠવાડિયે બોની કપૂરે પત્ની શ્રીદેવીની અસ્થિઓનું રામેશ્વરમાં વિસર્જન કર્યું હતું. બોની કપૂર સાથે તેમની બન્ને દીકરીઓ ત્યાં હાજર હતી હવે જાણવા મળ્યું છે કે શ્રીદેવીના આત્માની શાંતિ માટે બોની કપૂર હરિદ્વાર પણ જશે.

હાલમાં જ કપૂર પરિવારે જાહ્નવી કપૂરનો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો. શ્રીદેવીની ઈચ્છા હતી કે તેની દીકરી હંમેશા ખુશ રહે માટે આવા સંજોગોમાં જાહ્નવીએ પોતાના 21 માં જન્મદિવસની ઉજવણી અલગ અંદાજમાં કરી. પહેલા તેણે ઓલ્ડ એજ હોમ જઈને વૃદ્ધોનો આશીર્વાદ લીધો ત્યારબાદ પરિવાર સાથે કેક કાપી હતી.

Related posts

સાવચેત/ વધુ કે ઓછુ, દરેક રીતે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે દારૂ- સંશોધનમાં થયો ખુલાસો

Hemal Vegda

Stress Release Tips/ ટેન્શન અને ડિપ્રેશનથી વધી રહી છે મુશ્કેલીઓ, તો અપનાવો આ ઉપાયો તરત જ અનુભવશો રાહત!

Binas Saiyed

મલાઈકા અરોરા ટૉપ પહેરવાનું જ ભૂલી ગઇ! કરણ જોહરની બર્થ ડે પાર્ટીમાં બેધડક ઇનરવેર કર્યુ ફ્લોન્ટ

Bansari Gohel
GSTV