GSTV
World

Cases
4905972
Active
6582226
Recoverd
549401
Death
INDIA

Cases
269789
Active
476378
Recoverd
21129
Death

શ્રીદેવીની અસ્થિઓનું રામેશ્વરમાં વિસર્જન

બોલીવુડની સુપરસ્ટાર શ્રીદેવીની અસ્થિઓનું વિસર્જન શનિવારે રામેશ્વરમાં કરવામાં આવ્યું. શુક્રવારે શ્રીદેવીની અસ્થિઓ લઈને પતિ બોની કપૂર ચેન્નાઈ પહોચ્યા. શ્રીદેવીના ઈન્સ્ટા પેજ પર શેર કરવામાં આવેલા ફોટોમાં બોની કપૂર દીકરીઓ સાથે અસ્થિ વિસર્જન કરતા જોઈ શકાય છે. તેમના હાથમાં અસ્થિ કળશ હતો અને તેમની દીકરીઓ પણ સાથે હતી.

બોલીવુડની જાણીતી અભિનેત્રી શ્રીદેવીના અચાનક થયેલા નિધનથી તેમના પરિવારની સાથે સાથે દેશભરમાં રહેલા તેમના ફેન્સ પણ દુ:ખી છે. 24 ફેબ્રુઆરીના રોજ દુબઇની હોટલમાં બાથટબમાં ડૂબી જવાના કારણે શ્રીદેવીનું નિધન થયું હતું. ૨૭ ફેબ્રુઆરીએ તેમનું પાર્થિવ શરીર મુંબઈ લાવવામાં આવ્યું. ૨૮ ફેબ્રુઆરીએ રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યું.

મહત્વનું છે કે શ્રીદેવીનો જન્મ તમિલનાડુના એક ગામમાં થયો હતો. તેમણે કરિયરની શરૂઆત તમિલ ફિલ્મોથી કરી હતી. માત્ર ૧૪ વર્ષની ઉંમરે ચાઈલ્ડ આર્ટીસ્ટ તરીકે પહેલી ફિલ્મમાં કામ કર્યું હતું. તેમણે અલગ અલગ ભાષાઓમાં ૩૦૦ ફિલ્મો કરી હતી. ગયા વર્ષે આવેલી ‘મોમ’ તેમની છેલ્લી ફિલ્મ હતી.

 

Related posts

જન ધન યોજના હેઠળ ઓવરડ્રાફ્ટ, વીમા સહિત મળે છે આ બધા ફાયદાઓ, જાણો કેવી રીતે

Mansi Patel

કોરોના બાદ થિયેટરો ખૂલતાં જ આ 10 મોટી ફીલ્મો આગામી 6 મહિનામાં થિયેટરોમાં થશે રિલીઝ

Dilip Patel

ઈન્જેકશનની કાળાબજારીમાં અમદાવાદ સિવિલના ટીબી ટ્રેનિંગ સેન્ટરના ઘનશ્યામ વ્યાસનું નામ આવ્યું સામે

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!