GSTV
News Trending World

સોનાની લંકા કંગાળ બની/ 790 રૂપિયામાં 400 ગ્રામ દૂધનો પાઉડર અને 500 રૂપિયામાં કિલો ચોખા

શ્રીલંકામાં આર્થિક સંકટના કારણે હંગામો મચી ગયો છે. દેશમાં ખાણી-પીણીની કિંમતોમાં જોરદાર ઉછાળો આવ્યો છે, જેના કારણે લોકોને ખાવા-પીવા માટે કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવું પડે છે. નાણાકીય કટોકટી અને ખાદ્ય કટોકટી એટલી હદે વધી ગઈ છે કે હવે તેની અસર ભારત પર પણ થવા લાગી છે. શ્રીલંકાના ઘણા તમિલો હવે ભારત તરફ વળ્યા છે. દેશમાં ખાવા-પીવાની વસ્તુની કિંમતોમાં ભારે મોટો ઉછાળો આવ્યો છે. આ કારણે લોકોએ અનેક કલાકો સુધી લાઈનમાં ઉભા રહીને ભોજનની રાહ જોવી પડે છે.

ભારત પહોંચેલા શ્રીલંકન શરણાર્થીઓએ જણાવ્યું કે, ત્યાં ચોખાની કિંમત 500 શ્રીલંકન રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગઈ છે. 790 રૂપિયામાં માત્ર 400 ગ્રામ દૂધનો પાઉડર મળે છે. જ્યારે એક કિલો ખાંડની કિંમત 290 રૂપિયા સુધી પહોંચી ગઈ છે. નિષ્ણાંતોએ એવી ચિંતા વ્યક્ત કરી છે કે, 1989ના ગૃહ યુદ્ધ સમયે જે રીતે પલાયન થયું હતું એ પ્રકારે પલાયન થવાની આશંકા છે.

શ્રીલંકાનો વિદેશી મુદ્રાનો ભંડાર ખાલી થયો છે જેથી દેશ પાસે બહારથી જરૂરી વસ્તુઓની આયાત કરવા નાણાં નથી. આ વર્ષે શ્રીલંકાએ 6 અબજ ડોલરનું દેવું હપ્તારૂપે ચુકવવાનું છે પરંતુ વિદેશી મુદ્રા ભંડાર 2 અબજ જેટલું માંડ છે. તેવામાં એક તરફ ચીને જ્યાં હાથ ઉંચા કરી દીધા છે ત્યાં ભારતે 17 માર્ચના રોજ 1 અબજ ડોલરની ક્રેડિટ ફેસિલિટી આપવાનો નિર્ણય લીધો છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

નવો નિયમ/ કર્મચારીઓની બલ્લે-બલ્લે! હવે 1 વર્ષની નોકરી પર પણ મળશે ગ્રેચ્યુઇટી, સરકારે આપી જાણકારી

Bansari Gohel

સ્વાસ્થ્ય/ નાળિયેર પાણી પીયને મલાઈ ફેંકવાની ભૂલ ન કરતા, ફાયદા જાણી ચોકી જશો

Damini Patel

ડોલો-650નું વેચાણ વધારવા માટે ડોકટરોને આપવામાં આવી 1000 કરોડ રૂપિયાની ભેટ, NGOના ગંભીર આરોપ

Damini Patel
GSTV