GSTV
News Trending World

અમેરિકન રેટિંગ એજન્સીનો દાવો, હિંસાને કારણે શ્રીલંકાની વીમા કંપનીને રૂ. 100 કરોડની ખોટ

શ્રીલંકાની સરકારી માલિકીની વીમા કંપનીએ આ મહિને સરકાર વિરોધી અને સરકાર તરફી દેખાવકારો વચ્ચે થયેલી હિંસક અથડામણને કારણે એક અબજ શ્રીલંકન રૂપિયાનું નુકસાન વેઠવું પડી શકે છે એવી માહિતી ન્યુ યોર્ક સ્થિત રેટિંગ એજન્સી ફિચે આપી છે.

૯મી મેના રોજ શ્રીલંકામાં ભૂતપૂર્વ વડા પ્રધાન મહિન્દા રાજપક્સાના સમર્થકોએ સરકાર વિરોધી શાંતિપૂર્વક દેખાવ કરી રહેલા લોકો પર હુમલો કરતા હિંસા ફાટી નીકળી હતી. સરકાર વિરોધી દેખાવકારો ખોરાક, ઈંધણ અને ઊર્જાની તીવ્ર તંગી સર્જનાર દેશની સૌથી આકરી આર્થિક કટોકટી બદલ વડા પ્રધાનની હકાલપટ્ટી ઈચ્છી રહ્યા હતા.

આ અથડામણમાં ઓછામાં ઓછા ૧૦ જણાના મોત થયા હતા તેમજ ૨૦૦થી વધુને ઈજા થઈ હતી અને ૭૮ સાંસદોની મિલકતો પર હુમલા થયા હતા.

હડતાળ, હુલ્લડ, નાગરિક અશાંતિ અને આંતકવાદ (એઆરસીસીટી) સામે વિમા કવચ આપતી રાજ્યની માલિકીની નેશનલ ઈન્શ્યોરન્સ ટ્રસ્ટ ફન્ડ બોર્ડ (એનઆઈટીએફબી)એ આ હિંસાનું નુકસાન વેઠવું પડશે જ્યારે પ્રાથમિક વીમો પૂરો પાડનાર કંપનીને ઓછી અસર થશે એવી જાણકારી ફિચે આપી છે.

ફિચે પોતાની વેબસાઈટમાં જણાવ્યું છે કે અમારા મતે તોફાનોને કારણે વીમા કંપનીને એક અબજ શ્રીલંકન રૂપિયાનું નુકસાન થશે.જો કે એનઆઈટીએફબીનું નુકસાન એક અબજ શ્રીલંકન રૂપિયા સુધી જ મર્યાદિત રહેશે કારણ કે વીમા કંપની એક અબજથી વધુનું નુકસાન તેના કરાર મુજબ પાછુ મેળવી શકે છે.

પ્રાથમિક વીમા કંપનીઓ પાસે એનઆઈટીએફબીને પસાર કરેલ એક કરોડ શ્રીલંકન રૂપિયાથી વધુની કુલ ખોટ સાથે એસઆરસીસીટી કવર હેઠળ મોટર દાવા માટે ૨૫ લાખ શ્રીલંકન રૂપિયાની ચોખ્ખી જાળવણી છે. વાહનના દાવા ન હોય તે સંપૂર્ણ રીતે એનઆઈટીએફબીનેે સોંપી દેવામાં આવે છે.

આંતરરાષ્ટ્રીય રિઈન્શ્યોરર પાસે રખાયેલા એસઆરસીસીટી માટે એનઆઈટીએફબીનું પુનઃવીમા આવરણ ફેબુ્રઆરી ૨૦૨૨થી જુલાઈ ૨૦૨૩ સુધી અમલી છે.

હિંસા દરમ્યાન વિફરેલા ટોળાએ ગેલે ફેસ ખાતે ઊભા કરાયેલા અનેક ટેન્ટ અને માળખા તોડી પાડયા હતા તેમજ કેટલાક વિરોધીઓ પર પણ હુમલો કર્યો હતો.

હિંસામાં હમબનટોટામાં રાજપક્સાના ઘર સહિત અનેક રાજકારણીઓના ઘર પર પણ હુમલા થયા હતા.

દેવામાં ડૂબેલું શ્રીલંકા હાલ પોતાની સૌથી વરવી કહી શકાય એવી આર્થિક કટોકટી ભોગવી રહ્યું છે અને લોકો માને છે કે સરકાર સ્થિતિ સંભાળવામાં સંપૂર્ણ નિષ્ફળ ગઈ છે. બે કરોડથી વધુની વસતી ધરાવતા શ્રીલંકા તેની સ્વતંત્રતા પછી સૌથી કપરી સ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે.

શ્રીલંકાની મુસીબતનું એક કારણ એવું પણ છે કે તેની પાસે વિદેશી મુદ્રાની જોરદાર તંગી સર્જાઈ છે જેના કારણે તે અનાજ અને ઈંધણની આયાતના બિલ ચુકવી શકે એમ નથી જેના પગલે દેશમાં જરૂરી વસ્તુઓની તંગી સર્જાઈ છે અને ભાવો આસમાને ગયા છે.

Read Also

Related posts

અતિઅગત્યનું/ આધાર સાથે જોડાયેલી આ બે મોટી સેવાઓ UIDAI એ કરી નાંખી બંધ, તમારા પર પડશે સીધી અસર

Karan

પૈસા કમાઓ/ 1 રૂપિયાની નોટ તમને મિનિટમાં બનાવી દેશે લખપતિ!, જાણો કેવી રીતે

Damini Patel

સંજય રાઉતનો એકનાથ શિંદેને ખુલ્લો પડકાર! તમારી પાસે 50 ધારાસભ્યોનું સમર્થન છે તો શા માટે ગુવાહાટીમાં છો, દેખાડો તમારું શક્તિપ્રદર્શન

pratikshah
GSTV