GSTV
Home » News » Video : લ્યો બોલો! આ બોલરે એક મેચમાં નાંખ્યા 40 નૉ બોલ અને અમ્પયારને ખબર પણ ન પડી!

Video : લ્યો બોલો! આ બોલરે એક મેચમાં નાંખ્યા 40 નૉ બોલ અને અમ્પયારને ખબર પણ ન પડી!

તાજેતરમાં શ્રીલંકા અને ઇંગ્લેન્ડ વચ્ચે પૂર્ણ થયેલી ત્રીજી ટેસ્ટ વિચિત્ર કારણોસર ચર્ચામાં રહી છે. જો કે ઇંગ્લેન્ડે યજમાન ટીમને 42 રને હરાવતાં ટેસ્ટ જીતી લીધી પરંતુ આ મેચ શ્રીલંકાના બોલર લક્ષન સંદાકનની બોલીંગના કારણે ચર્ચામાં રહી. સંદાકને પોતાની બોલીંગ દરમિયાન અનેક નૉ બોલ નાંખ્યો પરંતુ ચોંકાવનારી વાત એ છે કે મેદાન પર રહેલા એમ્પાયર એસ રવિના ધ્યાનમાં આ બાબત ન આવી અને તમામ બોલને તેમણે નૉ બોલ ન ગણાવી.

આ દરમિયાન સંદાકને બેન સ્ટોક્સને બે વાર આઉટ કર્યો અને નિર્ણય થર્ડ અમ્પાયર પાસે નૉ બોલ ચેક કરાવા માટે પહોંચ્યો. જ્યાં જાણ થઇ કે તેણે બેંને વાક ફ્રંટ ફૂટ પર નૉ બોલ ફેંક્યા છે. તેથી બંને વાર બેન સ્ટોક્સને નૉટ આઉટ જાહેર કરવામાં આવ્યો. પહેલીવાર સ્ટોક્સ 22 રનના સ્કોર પર આઉટ થયો હતો અને તે બાદ બીજી વાર 32 રનના સ્કોર પર આઉટ થયો પરંતુ બંને વાર નૉ બોલના કારણે તે નૉટ આઉટ જાહેર કરાયો.

આ ઘટના બાદ સંદાકનની બોલીંગ ક્રિકેટ સર્કલમાં ચર્ચાનું કારણ બની ગઇ છે. તે બાદ તેમની બોલીંગ પર ડીટેલમાં એનાલિસીસ કરવામાં આવ્યું. ઇએસપીએન ક્રિકઇન્ફો સ્ટેટ્સ અનુસાર સંદાકનના 40 બોલ નૉ બોલ હતાં પરંતુ અમ્પયારના ધ્યાનમાં આ બાબત ન આવી.

અમ્પાયરની આ ભૂલનું કારણ સંદાકનની વિચિત્ર એક્શન ગણાવવામાં આવી રહ્યું છે. જેના કારણે તેની આગળનો પગ જોવામા મુશ્કેલી થાય છે.

શ્રીલંકાના કોચ આ કારણે સતત ચિંતામાં જોવા મળ્યાં. તેમણે કહ્યું કે કદાચ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આવું પહેલીવાર બન્યુ હશે કે જ્યારે કોઇ બોલરે આટલા બધા નૉ બોલ ફેંક્યા હોય. તેમણે કહ્યું કે આવું પહેલીવાર બન્યુ છે કે સંદાકને કંઇ આવુ કર્યુ હોય. તેમણે કહ્યું કે, પિચ પર વધુ બાઉન્સ મેળવવા માટે સંદાકન ઘણી વસ્તુઓ કરવાનો પ્રયાક કરી રહ્યો હતો જેના કારણે તેણે ઘમીવાર બૉલીંગ ક્રીઝ પાર કરી દીધી. તેનાથી તેને ઘણું શીખવા મળશે.

Read Also

Related posts

8 વર્ષનાં બાળકે પકડી 314 કિલોની શાર્ક, તોડ્યો 22 વર્ષ જુનો રેકોર્ડ

pratik shah

એક્ટિંગના મેદાનમાં ઉતર્યાં ક્રિકેટર ઈરફાન પઠાણ, આ ફિલ્મથી કરશે ડેબ્યૂ

Kaushik Bavishi

ભારતીય શટલરે બહેરીન ઈન્ટરનેશનલ બેડમિન્ટન સીરીઝ કરી પોતાના નામે, જાણો તેની વિગતો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!