GSTV

IND vs SL / શ્રીલંકાએ ભારતને 4 વિકેટે હરાવ્યું, છેલ્લી ઓવર સુધી પહોંચી હતી મેચ: સીરીઝ 1-1થી સરભર

Last Updated on July 28, 2021 by Zainul Ansari

ભારત અને શ્રીલંકા વચ્ચે બીજી ટી-20 મેચ કોલંબોમાં રમાઈ હતી. જેમાં શ્રીલંકાએ ભારતને 4 વિકેટે હરાવ્યું છે. ભારતે પહેલા બેટિંગ કરતા 5 વિકેટના નુકશાને 132 રન કર્યા હતા અને શ્રીલંકાને 133 રનનો લક્ષ્યો આપ્યો હતો. શ્રીલંકાએ છેલ્લી ઓવરમાં આ મેચ જીતી છે. 3 મેચની સીરીઝ 1-1થી સરભર થઇ ગઇ છે. આગામી મેચ બંને ટીમ માટે નિર્ણાયક સાબિત થશે. ઉલ્લેખનીય છે કે ગત રોજ કૃણાલ પંડ્યાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા મેચ મોકૂફ કરાઇ હતી.

ભારત તરફથી 4 ડેબ્યૂ

ભારત તરફથી આજે 4 ખેલાડીઓએ ટી-20 આંતરરાષ્ટ્રીય મેચમાં ડેબ્યૂં કર્યું. તેમા દેવદત્ત પડિકલ, નીતીશ રાણા, ઋતુરાજ ગાયકવાડ, ચેતન સાકરીયા સામેલ છે

પ્રથમ ઇનિંગ

ભારતના બેટ્સમેનોનું નિરાશાજનક પ્રદર્શન

ભારતના બેટ્સમેનનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું હતુ. ભારતના બેટ્સમેનોએ 20 ઓવરમાં 5 વિકેટના નુકશાન 132 રન કર્યા હતા. ભારત તરફથી સૌથી વધુ રન કેપ્ટન શિખર ધવન કર્યા હતા. તેણે ધીમી બેટિંગ રમતા 42 બોલમાં 40 રન કર્યા હતા. ઉપરાંત ડેબ્યૂ કરનાર ડેવદત્ત પડ્ડિકલ, ઋતુરાજ ગાયકવાડે ક્રમશ: 29 અને 21 રન કર્યા હતા. ભારતને આજે બેટ્સમેનોની અછત અનુભવાઇ રહી હતી.

શ્રીલંકા તરફથી ધનંજયે 2 વિકેટ ઝડપી હતી, જ્યારે ચમીરા, હસારંગા અને શનાકાએ 1-1 ઝડપી હતી.

બીજી ઇનિંગ

નાનકડો લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી શ્રીલંકાની ટીમે છેલ્લી ઓવરમાં જીત મેળવી હતી. શ્રીલંકા તરફથી ધનંજય ડિ સિલ્વાએ અણનમ 40 રન કર્યા. તેની આ ઇનિંગના કારણે શ્રીલંકાને જીત મળી. તે ઉપરાંત મિનોદ ભાનુકાએ 36 રન કર્યા હતા. શ્રીલંકાએ 6 વિકેટના નુકશાને 133 રન કરી જીત મેળવી હતી.

ભારત તરફથી કુલદીપ યાદવને બે સફળતા મળી. જ્યારે ભુવનેશ્વર કુમાર, ચેતન સાકરિયા, વરુણ ચક્રવર્તી અને રાહુલ ચાહરને 1-1 સફળતા મળી હતી.

Read Also

Related posts

New Labour Code / ગ્રેચ્યુઈટી માટે હવે નહિ જોવી પડે પાંચ વર્ષ સુધી રાહ, નિયમોમાં થઇ શકે છે મોટા ફેરફાર

Zainul Ansari

કોંગ્રેસ પર રાજનાથ સિંહના પ્રહાર, કહ્યું: જો સાવધાની રાખી હોત તો કરતારપુર સાહિબ પાકિસ્તાનમાં નહીં ભારતમાં હોત

Pritesh Mehta

E-Auction / PM નરેન્દ્ર મોદીના ચાહકો માટે મોટા સમાચાર, વડાપ્રધાનને મળેલી ભેટ ખરીદવાની સોનેરી તક

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!