GSTV
Cricket Sports Trending

World Cup 2019 SA VS SRI : દ.આફ્રિકાની બીજી જીત, શ્રીલંકાનું સેમીફાઈનલમાં પહોંચવું થયું મુશ્કેલ

ડરહમના રિવર સાઇડ સ્ટેડિયમ ખાતે, દક્ષિણ આફ્રિકાએ ટૉસ જીત્યો હતો અને શ્રીલંકાને પ્રથમ બેટિંગ કરવા આમંત્રણ આપ્યું હતુ. જેમાં શ્રીલંકાની ટીમે 49.3 ઓવરમાં 203 રન બનાવ્યા હતા. શ્રીલંકાના કુસલ પેરેરા (30), અભિષેક ફર્નાન્ડો (30), કૌશલ મેન્ડિસ (23), ધનંજય ડી સિલ્વા (24) અને થિસારા પરેરા (21) એ ઇનિંગમાં રમ્યા હતા.

જ્યારે, ક્રિસ મોરિસ અને પ્રિટૉરિયસ દક્ષિણ આફ્રિકા માટે ત્રણ-ત્રણ, રબાડાએ બે, ડુમિની અને ફેહુલક્વાયોને એક એક ઝડપી હતી.આઈસીસી વર્લ્ડ કપ -2019 ની 35મી મેચમાં, દક્ષિણ આફ્રિકાએ શ્રીલંકાને 9 વિકેટથી કરારી હાર આપી છે.

શ્રીલંકાની ટીમને પ્રથમ બેટિંગ કરતી વખતે 203 રનજ કરી શકી હતી. ત્યારે તેનાં જવાબમાં, દક્ષિણ આફ્રિકાએ 37.2 ઓવરમાં એક વિકેટ ગુમાવીને આ લક્ષ્ય પ્રાપ્ત કરી લીધું છે. કેપ્ટન ફેફ ડુ પ્લેસિસે અણનમ 96 રનની ધમાકેદાર ઈનિંગ રમી હતી.જ્યારે હાશિમ અમલાએ અણનમ 80 રન ફટકાર્યા હતા. શ્રીલંકાના 7 મેચમાં 6 પોઇન્ટ છે. તે આગામી બંને મેચ જીતે અને ઇંગ્લેન્ડ પોતાની બંને મેચ હારે, જયારે પાકિસ્તાન અને બાંગ્લાદેશ 1-1 મેચ હારે તો તે સેમિફાઇનલમાં ક્વોલિફાય કરી શકે છે.

દક્ષિણ આફ્રિકા : હાશિમ અમલા, કવિન્ટન ડી કોક, ફાફ ડુ પ્લેસીસ, એડન માર્કરમ, જેપી ડુમિની, વાન ડર ડુસેન, એંડીલે ફેલુકવાયો, ક્રિસ મોરિસ, ડવેન પ્રિટોરિયસ, રબાડા અને ઇમરાન તાહિર

શ્રીલંકા : દિમૂઠ કરુણારત્ને, કુશલ પરેરા, આવિષ્કા ફર્નાન્ડો, કુશલ મેન્ડિસ, એન્જલો મેથ્યુઝ, જીવન મેન્ડિસ, ધનંજય ડી સિલ્વા, થિસારા પરેરા, ઈસરૂ ઉદાના, સુરંગા લકમલ અને લસિથ મલિંગા

READ ALSO

Related posts

પાકિસ્તાન સરકારની સ્થિતિ કથળી, ખર્ચ ચલાવવા માટે ભાડે આપી ન્યુયોર્કની પોતાની હોટલ

Vushank Shukla

આદિપુરુષનું એક્શન ટ્રેલર લોન્ચ, રાવણ સામે લડતા દેખાયા રામ, જમા થઈ હજારોની ભીડ

Vushank Shukla

ઓડિશા ટ્રેન દુર્ઘટનાના પીડિતોને મદદના નામે આપી 2-2 હજારની નોટ! બીજેપી અને TMC સામસામે

Vushank Shukla
GSTV