GSTV
India News World ટોપ સ્ટોરી

ડ્રેગનની ચાલ / ચીનના અહેસાન તળે દબાયું વધુ એક દેશ! જાણો ભારત માટે કેવા પ્રકારનો છે ખતરો?

ચીન

વર્ષ 2014માં ચીનનાં રાષ્ટ્રપતિ શી જિનપિંગ શ્રીલંકાની મુલાકાતે ગયા હતા. ત્યારે તેઓએ કોલંબો ખાતે પૉર્ટ સિટી પ્રોજેક્ટની સત્તાવાર જાહેરાત કરી હતી. તેના એક વર્ષ બાદ જ બૅલ્ટ ઍન્ડ રોડ ઇનિશિયેટિવની જાહેરાત કરવામાં આવી હતી. બૅલ્ટ ઍન્ડ રોડ અંતર્ગત ચીન એક મહત્વકાંક્ષી યોજના પર કામ કરી રહ્યું છે.

ચીન

ચીન જે સમગ્ર એશિયા અને યુરોપમાં વ્યાપાર વધારવા માટે રોડ, રેલવે તેમજ જળમાર્ગો દ્વારા આધારભૂત સંરચનાનું નિર્માણ કરી રહ્યું છે. વર્ષ 2009માં તામિલ વિદ્રોહીઓ સામેની લડાઈ પૂરી થયા બાદ શ્રીલંકા નાણાકીય મદદ માટે ચીન પાસે ગયું હતું. તે સમયે પશ્ચિમનાં રાષ્ટ્રો શ્રીલંકામાં માનવાધિકારોના ઉલ્લંઘનને લઈને ચિંતા વ્યક્ત કરી રહ્યાં હતાં. જ્યારે શી જિનપિંગ શ્રીલંકાની મુલાકાતે ગયા ત્યારે મહિંદા રાજપક્ષે શ્રીલંકાના રાષ્ટ્રપતિ હતા, પરંતુ બાદમાં તેઓ ચૂંટણી હારી ગયા હતા.
લોકોમાં ચીનનાં દેવાને લઈને પણ ચિંતા હતી. દેવું ચૂકવવાની અક્ષમતાને લીધે શ્રીલંકાએ વર્ષ 2017માં હમ્બનટોટા પૉર્ટ ચીનને 99 વર્ષની લીઝ પર આપવું પડ્યું હતું.

આઠ વર્ષ બાદ હાલમાં મહિંદા રાજપક્ષે ફરી વખત સત્તામાં છે. તેઓ હાલ વડાપ્રધાન છે અને તેમના નાના ભાઈ ગોટાભાયા રાજપક્ષે રાષ્ટ્રપતિ છે. એવામાં કોલંબો પૉર્ટ સિટીને લઈને શ્રીલંકન લોકોનાં મનમાં આશંકાઓ છે અને તેઓ ઉત્સાહિત નથી. આ પરિયોજનાને લઈને ઘણી ચિંતાઓ છે, જેમાં પર્યાવરણલક્ષી ચિંતાઓ ઘણી મહત્વની છે.

ચીન

જાણિતા અર્થશાસ્ત્રી ડેશાલ ડીમેલના મતે આ પૉર્ટ સિટીને લઈને સૌથી મોટી ચિંતા છે – ટૅક્સમાં છૂટ. આ નિયમોનુસાર થવાનું છે. કેટલાક રોકાણકારોને 40 વર્ષ સુધી ટૅક્સમાં છૂટ મળશે. ટૅક્સમાં આટલી મોટી છૂટના કારણે શ્રીલંકાને મહેસૂલની દૃષ્ટિએ કોઈ ફાયદો નહીં થાય.

ટૅક્સને લઈને આ પ્રકારની વ્યવસ્થાએ અન્ય ચિંતાઓ પણ જન્માવી છે. અમેરિકાએ ચેતવણી આપી છે કે કારોબારી નિયમોમાં છૂટના કારણે તે મની લૉન્ડરિંગ કરનારાઓ માટે સૌથી સુરક્ષિત ઠેકાણું બની જશે. જોકે, શ્રીલંકાનાં ન્યાયમંત્રી મહમદઅલી આ વાતથી અસહમત છે.

ચીન

વૈશ્વિક સ્તર પર ચીનની વધી રહેલી આક્રમતા પણ ચિંતાનો વિષય છે. કહેવામાં આવે છે કે ચીન લાંબા સમયનાં રણનૈતિક લક્ષ્યોને લઈને કામ કરી રહ્યું છે. શ્રીલંકામાં ચીનની મજબૂતી ભારત માટે ચિંતા વધારે તેમ છે. આ પૉર્ટ સિટીનાં અન્ય લક્ષ્યોમાંથી એક ભારતમાંથી મલ્ટીનેશનલ કંપનીઓ અને રોકાણકારોને ત્યાં આકર્ષિત કરવાનું પણ છે. એવામાં ભારતને રોકાણ અને રોજગારના સ્તરે પર પણ નુકસાન થઈ શકે એમ છે. જોકે, કેટલાક લોકોનું કહેવું છે કે શ્રીલંકાને પણ આ પૉર્ટ સિટીનાં કારણે ડર છે.
2020માં લાઓસે એક ઍનર્જી ગ્રીડનો કેટલોક હિસ્સો ચીનને વેચીને ખુદને દેવાળિયું થતા અટકાવ્યું હતું. ચીને બંન્ને દેશો વચ્ચે રેલ લિંક બનાવવામાં મદદ કરી હતી.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અનેટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચારમેળવવા માટે અમારી Android App ડાઉનલોડકરો…

MUST READ:

Related posts

બુલેટ ઇલેક્શન કે બેલેટ ઇલેક્શન? પંચાયત ચૂંટણી પહેલા બંગાળમાં કોંગ્રેસ કાર્યકર્તાની હત્યા: કોંગ્રેસ સાંસદ અધીર રંજનની  કેન્દ્રીય દળોની  તૈનાતીની માંગ

Padma Patel

ગુજરાત ATSની કાર્યવાહી / જાણો ગુપ્ત ઓપરેશનમાં પકડાયેલી મહિલાના ઘરેથી શું મળ્યું?, 4એ શખ્સો દરિયાઈ માર્ગે રફુચક્કર થાય એ પહેલા જ ઝડપાયા

Kaushal Pancholi

22 વર્ષીય યુવતી સાથે જાત છુપાવી શાહરૂખ નામના વ્યક્તિએ મિત્રતા કેળવી, છોકરીએ સંબંધ તોડતાં અશ્લિલ વીડિયો થકી બ્લેકમેઈલ કરવા લાગ્યોઃ પોલીસે ઝડપી લીધો

HARSHAD PATEL
GSTV