GSTV
Gujarat Government Advertisement

આજે મલિંગાની ફેરવેલ વન ડે : ફાસ્ટ બોલર્સના એક યુગનો થશે અંત

Last Updated on July 26, 2019 by Mayur

શ્રીલંકાનો ૩૫ વર્ષીય લેજન્ડરી ફાસ્ટ બોલર મલિંગા આજે કારકિર્દીની આખરી વન ડે રમવા બાંગ્લાદેશ સામે મેદાન પર ઉતરશે. શ્રીલંકા તેના દિગ્ગજ ફાસ્ટ બોલરને વિદાય વેળાએ વિજયની ભેટ આપવા માટે ઉત્સુક છે. છેલ્લા કેટલાક વર્ષોમાં શ્રીલંકા અને બાંગ્લાદેશ વચ્ચેની પ્રતિસ્પર્ધા તીવ્ર બની છે, જેના કારણે આવતીકાલે ભારે રોમાંચક મુકાબલો જોવા મળી શકે છે. જોકે ઘરઆંગણાના મેદાન પર શ્રીલંકાનો દબદબો રહ્યો છે. કોલંબોનો પ્રેમદાસા સ્ટેડિયમમાં ભારતીય સમય પ્રમાણે આવતીકાલે બપોરે ૨.૩૦ વાગ્યાથી મેચનો પ્રારંભ થશે.

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં છેલ્લા ૧૫ વર્ષમાં શ્રીલંકા તરફથી સાતત્યભર્યો દેખાવ કરનારો મલિંગા ટેસ્ટ ક્રિકેટમાંથી અગાઉ જ નિવૃત્તિ જાહેર કરી ચૂક્યો છે. તેણે ૧૭મી જુલાઈ, ૨૦૦૪ના રોજ દમ્બુલ્લામાં યુએઈ સામે એશિયા કપ અંતર્ગતની વન ડેમાં સૌપ્રથમ વખત રમવા ઉતર્યો હતો. જે પછી આવતીકાલે તે કારકિર્દીની અંતિમ વન ડે રમવા ઉતરશે, ત્યાં સુધીમાં તેણે ૨૨૫ વન ડેમાં ૩૩૫ વિકેટ ઝડપી લીધી છે. તાજેતરમાં પુરા થયેલા વર્લ્ડ કપમાં મલિંગાએ ૧૩ વિકેટ ઝડપીને ફોર્મ સાબિત કર્યું હતુ. 

મલિંગા બાંગ્લાદેશ સામે કુલ મળને ૧૪ વન ડે રમ્યો છે, જેમાંથી ૧૦માં શ્રીલંકા વિજેતા બન્યું છે, જ્યારે માત્ર ત્રણમાં જ તેઓ હાર્યા છે. એક મેચ પડતી મૂકવામાં આવી હતી. બાંગ્લાદેશની ટીમ તેના નિયમિત કેપ્ટન મોર્તઝા, ઓલરાઉન્ડર શાકિબ અને બેટ્સમેન લિટ્ટન દાસ વિના જ શ્રીલંકાની સફર ખેડી રહ્યું છે. જોકે તમીમ ઇકબાલ, રહીમ, મુસ્તફિઝુર રહમાન જેવા ખેલાડીઓ મેચનું પાસુ પલ્ટી નાંખી શકે છે.

પ્રેમદાસા સ્ટેડિયમમાં બાંગ્લાદેશ ક્યારેય જીત્યું નથી

શ્રીલંકા અને બાંગ્લાદેશ વચ્ચેની વન ડે સિરીઝનો પ્રારંભ કોલંબોના પ્રેમદાસા સ્ટેડિયમમાં ખેલાનારા મુકાબલાથી થશે. બાંગ્લાદેશની ટીમ આ મેદાન પર આઠ મેચ રમ્યું છે, જેમાંથી એક પણ જીતી શક્યું નથી. આ મેદાન પર બંને ટીમો છેલ્લે ૨૦૦૭માં ટકરાઈ હતી, જેમાં શ્રીલંકા ૩૯ રનથી જીત્યું હતુ. નોંધપાત્ર છે કે, તે મેચમાં ભાગ લેનારી શ્રીલંકાની ટીમનો એક પણ ખેલાડી હાલની ટીમમાં નથી. જ્યારે તે મેચમાં બાંગ્લાદેશનું પ્રતિનિધિત્વ કરનારા તમીમ, રહીમ, મહમુદુલ્લાહ હાલની ટીમમાં છે.

શ્રીલંકા (સંભવિત) : કરૃણારત્ને (કેપ્ટન), કે.પરેરા (વિ.કી.), એ.ફર્નાન્ડો, કે.મેન્ડિસ, મેથ્યૂસ, દનંજયા, થિસારા પરેરા, ઉદાના, પ્રદીપ, ધનંજયા, મલિંગા.

બાંગ્લાદેશ (સંભવિત) : તમીમ (કેપ્ટન), સરકાર, મિથુન, રહીમ (વિ.કી.), મહમુદુલ્લાહ, શબ્બીર, મોસાદ્દક, મહેંદિ, તસ્કીન, રહમાન અને રૃબેલ હોસૈન. 

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

કામનું / હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસી ખરીદવા જઇ રહ્યા છો? આ 5 વાતોનું રાખો ખાસ ધ્યાન, ક્યારેય નુકશાનમાં નહીં રહો

Zainul Ansari

ખુદ્દારી: મહિલાઓ પણ હવે ચલાવશે BRTS બસ, કોરોનાએ રોજગાર છીનવી લેતા ડ્રાઈવર બન્યા રેખા બેન

Pravin Makwana

ચાલુ ગાડીએ ના કરવાનું કામ કરી રહ્યો હતો ડ્રાઈવર, બારમાં ઘુસી ગઈ ટ્રક; દર્દનાક અકસ્માતમાં મહિલાનું મોત

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!